બોટાદના ૬ થી ૧૪ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે જી-૨૦ની થીમ પર “ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપ” યોજાશ
બોટાદના ૬ થી ૧૪ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે જી-૨૦ની થીમ પર “ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપ” યોજાશ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી,અમદાવાદ દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી,બોટાદ દ્વારા સંચાલિત ભારતની આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અન્વયે “જી-૨૦” ની થીમ પર ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપનું આયોજન થનાર છે. આ વર્કશોપનો હેતુ બાળકો “જી-૨૦” વિષે જાણે તથા બાળકોમાં ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે ધ્યાને લઇ તા.૧૭/૦૮/૨૦૨૩ થી તા.૨૧/૦૮/૨૦૨૩ દરમ્યાન ૬ થી ૧૪ વર્ષ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દૈનિક બે કલાક વર્કશોપનું આયોજન થનાર છે.
ચિલ્ડ્રન પેન્ટિંગ વર્કશોપમાં બોટાદ જિલ્લામાંથી ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ એક સાદી અરજીમાં પોતાનું નામ,સરનામું,જન્મતારીખ, મોબાઈલ નંબર,ધોરણ,સ્કૂલ તથા આધારકાર્ડ નંબર લખી જરૂરી ડોક્યુમેન્ટ સાથે તા.૦૧/૦૮/૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી,બોટાદ A/S-૧૩,જિલ્લા સેવા સદન,ખસ રોડ,બોટાદ ખાતે મોકલી આપવાનું રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.