વિવેકાનંદ યુથ કલબ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવાર માટે તા.૨૩, જુલાઈ, રવીવાર સાંજે ‘આનંદોત્સવ’ અને ભોજન સમારોહ. સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સાથે સમયસર ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ
વિવેકાનંદ યુથ કલબ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના પરીવાર માટે તા.૨૩, જુલાઈ, રવીવાર સાંજે 'આનંદોત્સવ' અને ભોજન સમારોહ.
સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સાથે સમયસર ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ
રાજકોટ લોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફુલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે હિરાભાઈ સાકરીયા, જયેશભાઈ સાકરીયા, ધર્મેશભાઈ સાકરીયા, માતુશ્રી રંજનબેન મનસુખભાઈ લાલ, લતાબેન મધુભાઈ પોપટ, બાપા સીતારામ દ્વ્રારા રવીવાર, તા. ૨૩, જુલાઈ , સાંજે ૪–૦૦ કલાકે થી (સમયસર), મોઢવણિક બોર્ડિંગ, ૫–રજપુતપરા, રાજકોટ ખાતે આનંદોત્સવ તથા તમામ થેલેસેમીયા પીડીત બાળકો તથા તેમના પરીવારજનો માટે ભોજન સમારોહનું પણ આયોજન કરાયું છે. તમામ બાળકોને સંગીતમય શૈલીમાં વિવિધ ગેમ્સ રમાડવામાં આવશે અને વિવિધ આકર્ષક ગીફટો પણ આપવામાં આવશે.
પ્રવર્તમાન સિઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે અને રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બની શકાય તેવા શુભઆશ્રયથી રકતદાન કેમ્પનું આયોજન રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો લાભાર્થે રવીવાર, તા. ૨૩, જુલાઈ, સાંજે ૫-૦૦ થી ૧૦–૦૦ કલાક, મોઢવણિક બોર્ડિંગ, ૫–રજપુતપરા, રાજકોટ ખાતે વાગ્યા સુધી રકતદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે.
થેલેસેમીયા ગ્રસ્ત બાળકોના કાર્યક્રમમાં ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજકોટના લોકલાડીલા મેયર ડો. પ્રદિપભાઈ ડવ ખાસ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપશે.
આ કાર્યક્રમમાં સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સહ સમયસર ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ અપાયું છે. સમગ્ર આયોજન અંગે અનુપમ દોશી, મિતલ ખેતાણી, સુરેશભાઈ બાટવીયા, હિતેષભાઈ બાલાજી,ડો. રવિ ધાનાણી, લતાબેન પોપટ, ઉપેનભાઈ મોદી, હસુભાઈ રાચ્છ, હસુભાઈ શાહ, પંકજ રૂપારેલીયા, પરસોતમભાઈ વેકરીયા, મનોજભાઈ ચૌહાણ, મિતુલભાઈ લાલ, હિરેનભાઈ લાલ, હિતેષભાઈ ગણાત્રા, લલીતભાઈ પુજારા, પ્રાગજીભાઈ કાકડીયા, શૈલેષભાઈ ચૌહાણ, જયરામભાઈ પટેલ, જીતુલભાઈ કોટેચા, ફાલ્ગુનીબેન હિંડોચા, મિત ખખ્ખર,વિનેશભાઈ હિંડોચા, રસીલાબેન ધીયા, જયોતીબેન બાટવીયા, અનીલભાઈ કવા, પરીમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, નૈષધભાઈ વોરા, ભાસ્કરભાઈ પારેખ, મહેશભાઈ જીવરાજાની, કિશોરસિંહ બારડ, દિગુભા બારડ, અરવિંદભાઈ પારેખ, દશરથભાઈ પારેખ, સંદીપભાઈ પાલા, ધર્મેશભાઈ સોની, કેતનભાઈ બોરીયા, જીતુભાઈ ગાંધી, જનાર્દન આચાર્ય, દિનેશભાઈ ગોવાણી, દિનેશભાઈ ધામેચા, જે.જે. પોપટ, મયુરભાઈ મહેતા, ધર્મેશભાઈ સાકરીયા, પંકજભાઈ ગોહેલ, રાહુલભાઈ ગોહેલ, ધૈર્ય રાજદેવ, હંસાબેન રાજદેવ, હિતેષ સવાણી, મીતેષભાઈ ઓંધીયા, વિપુલભાઈ ભટ્ટ, કૃપાલીબેન ખખ્ખર, મહેશભાઈ વ્યાસ વિગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
વિશેષ માહિતી માટે વિવેકાનંદ યુથ કલબનાં અનુપમ દોશી મો. ૯૪૨૮૨ ૩૩૭૯૬, મિતલ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, સુરેશભાઈ બાટવીયા (મો.૯૪૨૮૨ ૫૬૨૬૨) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.