આંગણવાડીના બહેનોનો ઉત્સાહ વધારતા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા - At This Time

આંગણવાડીના બહેનોનો ઉત્સાહ વધારતા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા


આંગણવાડીના બહેનોનો ઉત્સાહ વધારતા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા

શ્રીઅન્નના મહત્વ અંગે લોકોને માહિતગાર કરવાના ઉદ્દેશથી જિલ્લા કલેકટરશ્રી ડો.જીન્સી રોયની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા તથા એસપી શ્રી કિશોર બલોલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની “શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી સ્પર્ધા” યોજવામાં આવી હતી. કાર્યક્રમના સમાપનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાએ આઈ.સી.ડી.એસની બહેનો સાથે સંવેદનાસભર સંવાદ સાધી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.આઈ.સી.ડી.એસની બહેનો સાથે વાત કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે,આંગણવાડીઓમાં દેશના ભવિષ્યનો વિકાસ થાય છે. માટે આંગણવાડીઓમાં આવતા બાળકોને પૌષ્ટિક આહાર મળે તે ખૂબ જરૂરી છે, આ પ્રકારની શ્રીઅન્નથી સભર વાનગીઓ થકી બહેનોએ બાળકોને સુપોષિત બનાવવાનું પ્રણ લીધું છે.આઈ.સી.ડી.એસની બહેનો ખૂબ જુસ્સાપૂર્વક પોતાની ફરજ બજાવી રહી છે. તે ખરેખર પ્રશંસનીય છે.જિલ્લા વિકાસ અધિકારીશ્રીના પ્રેરણાત્મક સંવાદથી ઉપસ્થિત બહેનોનો ઉત્સાહ વધ્યો હતો અને તમામ બહેનોએ ડીડીઓશ્રીને તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.