ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઝડ ઈકોનોમી (જી.સી.સી.આઈ) દ્વારા ગૌમય રાખડી બનાવવાનો ઓનલાઈન વેબિનાર - At This Time

ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઝડ ઈકોનોમી (જી.સી.સી.આઈ) દ્વારા ગૌમય રાખડી બનાવવાનો ઓનલાઈન વેબિનાર


ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઝડ ઈકોનોમી (જી.સી.સી.આઈ) દ્વારા ગૌમય રાખડી બનાવવાનો ઓનલાઈન વેબિનાર

 મધ્યપ્રદેશથી ભાવના અગ્રવાલ, મહારાષ્ટ્રથી પ્રીતિ ટીમ્ભરે અને છત્તીસગઢથી રિતેશ અગ્રવાલ દ્વારા અપાશે ટ્રેનિંગ

ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઝડ ઈકોનોમી (જી.સી.સી.આઈ) દ્વારા ગૌમય રાખડી બનાવવાનો ઓનલાઈન ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. ગાયને આપણે ગૌધન કહીએ છીએ, ગાય આપણી સંસ્કૃતિનો આધાર છે, ગૌ માતાની મહતાને ધ્યાનમાં રાખીને આર્થિક રીતે કિશાન, મજદૂર, યુવાન, મહિલા, ગૌપાલક સમૃધ્ધ થઈ શકે અને સાથે સાથે ભારત વર્ષની સમૃધ્ધિમાં વધારો કરી શકે. ભારતનાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં 'ગૌધન' અને 'ગોબરથી ગોલ્ડ' ના માધ્યમથી ''મેક ઈન ઈન્ડિયા' અને 'આત્મ નિર્ભર ભારત' નાં સ્વપ્નને સાકાર કરવામાં ગૌ આધારિત ઉદ્યમિતાનો ખૂબ મોટો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. જી.સી.સી.આઈ (ગ્લોબલ કંફેડરેશન ઓફ કાઉ બેઈઝડ ઇન્ડસ્ટ્રીઝ) એ ગાય સંબંધિત વિવિધ પરિમાણો પર કામ કરવા માટે 33 વિભાગો બનાવ્યા છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા જી.સી.સી.આઈનાં સંસ્થાપક છે. ગાયના છાણમાંથી બનેલી રાખડીઓ ભારતમાં જ બનતી હોવાથી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરે છે. ગાયના પંચગવ્યમાંથી બનતી વિવિધ વસ્તુઓ ગૌમય રાખડી, ગૌમય ગણેશ, ગૌમય દીવડા બનાવતા શીખીને ગૃહ ઉદ્યોગ પણ ચલાવી શકાય છે. ગાયના છાણમાંથી બનતી રાખડી સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી હોય છે. તેમાં દોરો પણ સુતરાઉ વપરાય છે. આથી તે વ્યક્તિ કે પર્યાવરણ બંનેમાંથી કોઈને નુકસાન કરતી નથી. સામાન્ય રાખડી રક્ષા બંધન પછી પહેરી શકાતી નથી. દરેક વ્યક્તિ પોતપોતાની માન્યતા અનુસાર તેનો નિકાલ કરે છે જ્યારે ગૌમય રાખડીને રક્ષા બંધન પછી બે દિવસ પહેરીને જમીનમાં દાટી દેવામાં આવે તો તે ફર્ટીલાઈઝરનું કામ પણ કરે છે. ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઝડ ઈકોનોમી (જી.સી.સી.આઈ) દ્વારા આ એક ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઓનલાઈન ક્લાસમાં મધ્યપ્રદેશથી ભાવના અગ્રવાલ, મહારાષ્ટ્રથી પ્રીતિ ટીમ્ભરે અને છત્તીસગઢથી રિતેશ અગ્રવાલ દ્વારા ગૌમય રાખડી બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવશે. આ ટ્રેનિંગ 19 જુલાઇ, બુધવારનાં રોજ સવારે 11 થી 12:30 સુધી રાખવામાં આવી છે. આ ટ્રેનિંગમાં જોડાવવા માટે ગૂગલ મીટ લિન્ક https://meet.google.com/oqe-eywk-sjd પર જોડાવવાનું રહેશે. આ અંગે વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી (મો. 98242 21999), પૂરીશ કુમાર (મો. 63933 03738), અમિતાભ ભટ્ટનાગર (મો. 80742 38017) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.