શુ ધારાસભ્ય જાણે છે ? રેલવે ની હદ માં પાલિકા તંત્ર એક તરફ રસ્તો બનાવી શકે તો બીજી તરફ N.A નું નાટક કેમ ? ખેડૂતો અને ખોડિયારનગર ને કાયમી રસ્તો ન મળે તેવી પાલિકા તંત્ર ની ભૂંડી ભૂમિકા કેમ ?
શુ ધારાસભ્ય જાણે છે ? રેલવે ની હદ માં પાલિકા તંત્ર એક તરફ રસ્તો બનાવી શકે તો બીજી તરફ N.A નું નાટક કેમ ? ખેડૂતો અને ખોડિયારનગર ને કાયમી રસ્તો ન મળે તેવી પાલિકા તંત્ર ની ભૂંડી ભૂમિકા કેમ ?
દામનગર શહેર માં આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ના રેવન્યુ રસ્તા માટે વર્ષો થી લબડતા શહેરીજનો ને કાયમી રસ્તો ન મળે તેવી પાલિકા તંત્ર ની ભૂંડી ભૂમિકા થી ધારાસભ્ય અજાણ હશે ? રેલવે ની હદ માં એક તરફ રસ્તો બની શકતો હોય તો બીજી તરફ એન એ કરવા ની અપેક્ષા કેમ ? પાલિકા તંત્ર રાતો રાત સીસી રોડ બનાવી એક સપ્તાહ માં સીસી રોડ ઉપર ડામર રોડ બનાવી શકે તો ખોડિયારનગર અને ખેડૂતો માટે કેમ નહિ ? પાલિકા અધિનિયમ માં સ્પષ્ટ જોગવાઈ છે રહેણાંક વિસ્તાર માટે ફરજીયાત રસ્તો પાલિકા એ રાજ્ય સરકાર ના ખર્ચે આપવો જોઈ એ રેલવે ની હદ નું બહાનું ઉભું કરી ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો ને કાયમી રસ્તો મળે તે માટે જિલ્લા કલેકટર શ્રી ના સંકલન માં તત્કાલીન ધારાસભ્ય એ આ પ્રશ્ને રેલવે તંત્ર સાથે સંકલન માં હકારાત્મક અભિગમ દર્શાવી તત્કાલીન મામલતદારે સ્થળ વિજીટ કરી કાયમી રસ્તો બનાવી દેવા રેલવે હદ માં એક મીટર જમીન ઉપીયોગ ની ઈચ્છા દર્શાવી પછી પાલિકા તંત્ર એ નવું તુત ઉભું કરી એન એ ની કરવા નો ધરાર હઠ કેમ ? રેલવે ટ્રેક ની એક તરફ તેની હદ માં વગર મંજૂરી એ પાલિકા રસ્તો બનાવી શકતી હોય તો બીજી તરફ એન એ કરવા ના હઠ કેમ ? ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો મેળે તેમાં પાલિકા તંત્ર ને શુ વાંધો છે ? ધારાસભ્ય એ ખોડિયારનગર અને ખેડૂતો ની પીડા જાણી કાયમી રસ્તો મળે તેવી માંગ કરતા ખેડૂતો અને ખોડિયારનગર ના રહીશો પીડા દૂર કરવી જોઈ એ
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.