*નિત્ય નવલા દર્શન*
*નિત્ય નવલા દર્શન*
વાંકીયાના રાજબા વચનસિદ્ધ અને મહાપ્રેમી ભક્ત હતા. ભગવાનને ભેટવા માટે જ તેમણે જન્મ લીધો હતો. બ્રહ્મચર્ય પાળી ભગવાન ભજવા, આ એમના જીવનની ટેક હતી. તેથી જ તેમના લગ્ન ઘૂઘરીયાળા ગામના રામ જેબલિયા સાથે થયા, ત્યારે પરણ્યાની પ્રથમ રાત્રીએ જ મહારાજે સિંહણરૂપે દર્શન આપી તેમની રક્ષા કરી હતી.
પછી તેઓ આજીવન સાંખ્યયોગી બની મોટીબા સાથે ગઢપુરધામમાં રહેતા હતા. સ્વયં મહારાજે દાદા ખાચરને કહ્યું હતું કે; તમે મોટીબાની જેમ જ રાજબાનું ધ્યાન રાખજો.
સં. ૧૮૮૬ જેઠ સુદ-૧૦ના દિવસે સ્વામિનારાયણ ભગવાને સ્વધામ ગમન લીલા કરી. શ્રીજીમહારાજ ધામમાં ગયા તેમનો રાજબાને અતિશય આઘાત લાગ્યો. પછી તેઓ મહારાજના વિયોગે અતિશય રડ્યા કરતા હતા.
*સં.૧૮૮૯ ચૈત્ર સુદ પૂનમની પવિત્ર રાત્રીએ યોગીરાજ ગોપાલાનંદ સ્વામીએ સૌના સુખાર્થે સૌપ્રથમ સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રોથી સભર સ્વાભાવિક ચેષ્ટા ગાનની પ્રથા સંપ્રદાયમાં શરૂ કરી*.
પછી એક દિવસ મોટીબાઈ રાજબાને કહ્યું; બહેન રાજુ!!તમે ક્યાં સુધી આ રીતે મહારાજના વિયોગે રડ્યા કરશો? ત્યારે રાજબા કહે; મારાથી ભગવાનનો વિયોગ સહ્યો જતો નથી. હું શું કરું??
તે સમયે મોટીબા કહે; રાજબા! *આપણા સૌના સુખાર્થે ગોપાળાનંદસ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના મહિમા સભર લીલા ચેષ્ટાના પદોની રચના કરાવી છે. તમે આ ચેષ્ટાના પદોનું ગાન કરશો તો ભગવાન જરૂર તમને દર્શન આપશે*. ગોપાળાનંદસ્વામી કહેતા કે, આ લીલા ચેષ્ટાનું જે ગાન કરે તેને ચાર વેદ, ૧૮ પુરાણ તથા પોતાને આંગણે ૫૦૦ પરમહંસોને નિત્ય જમાડ્યાનું ફળ મળે અને પ્રેમથી કોઈ ગાન કરે તો તેના અંતરમાં ભગવાનના દર્શન થાય. માટે મોટા સંતના વચનમાં વિશ્વાસ રાખીને તમો નિત્ય ચેષ્ટાનું ગાન કરો.
મોટીબાના વચનમાં વિશ્વાસ રાખી રાજબાએ સ્વાભાવિક ચેષ્ટા બોલવાનું શરૂ કર્યું.
પ્રથમ શ્રીહરિને રે; આ ૧૦ પદ બોલ્યા પછી ઓરા આવો વગેરે ત્રણ પદો બોલી અને *વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ*; આ આઠ પદ બોલવાના શરૂ કર્યા. *એ પદ પૂર્ણ થાય એ પહેલા જ સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે રાજબાની સામે પ્રગટ થયા*. ભગવાનના આવા અલૌકિક દર્શન પામી રાજબા ધન્ય ધન્ય બની ગયા.
મહારાજ કહે, *તમે જે માગો તે હું વરદાન આપું* ત્યારે રાજબા કહે, મહારાજ !! નિત્ય નવલા દર્શન આપજો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે તમે નિત્ય ચેષ્ટા બોલજો અને *તેમાં વંદુના પદ બોલતા હશો, એ પૂર્ણ થશે એ પહેલા મારા દર્શન થશે*. આટલું કહી સ્વામિનારાયણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા.
પછી તો ચેષ્ટા બોલવાનું રાજબાઈએ આજીવન નિયમ રાખ્યું અને ચેષ્ટાના અંત ભાગમાં વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ. *આ પદ બોલતા હોય ત્યારે ભગવાન તેમને રોજ દર્શન આપતા. આ રીતે નિત્ય નવલા દર્શન પામીને રાજબા અલૌકિક આનંદની અનુભૂતિ કરતા હતા*.
આ ઘટના પછી રાજબા ૧૬ વર્ષ સુધી ધરતી ઉપર રહ્યા હતા. સંવત્ ૧૯૦૫ ચૈત્ર સુદ-૬ના દિવસે રાજબા અક્ષરવાસી થયા. તે દિવસે પણ તેઓ આ ચેષ્ટાના પદ બોલ્યા પછી *વંદુ સહજાનંદ, આ પદ બોલ્યા. આ પદના અંતે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શન થયા* અને કહે આ સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્ત સાથે મને તેડવા આવ્યા છે. હું મહારાજ સાથે અક્ષરધામમાં જાવ છું. એમ કહી અક્ષરધામમાં ગયા હતા.
*આ વંદુ સહજાનંદનુ પ્રેમ ભિના હૃદયે મહિમાથી ગાન કરતા રાજબાને 16 16 વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાન નિત્ય નવલા દર્શન આપતા હતા; એવી આ વંદુના પદમાં અલૌકિક તાકાત છે* *જેમ કવિઓમાં બ્રહ્માનંદ સ્વામી શ્રેષ્ઠ છે; ગાયકોમાં પ્રેમાનંદ સ્વામી મહાન છે; યોગીઓમાં બોલે અને બ્રહ્માંડ ડોલે એવા ગોપાળાનંદ સ્વામી સર્વોત્તમ છે; એ જ રીતે સંપ્રદાયમાં હજારોની સંખ્યામાં પદોની રચના થઈ છે પરંતુ તે પદોમાં ભગવાનના નિત્ય દર્શન થાય એવા આ વંદુ સહજાનંદ રસરૂપ; પદો સર્વોત્તમ છે*.
પ્રેમથી જોડાઓ-૨👉
આ પદોની રચના થઈ તેનું અત્યારે દ્વિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. આ નિમિત્તે રાજકોટ ગુરુકુળ સાથે જોડાયેલા સંતો ભક્તોએ સવા કરોડ વંદુના પાઠ કરી ભગવાનને સમર્પણ કરવાનું આયોજન કર્યું છે.
*આ મિશનમાં આપણે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે જોડાશુ. મોટા સંતના વચને વંદુના પાઠ કરવાનું નિયમ લેશુ, તો ભગવાન આપણા હૈયામાં પણ શાંતિ આપશે. આપણા આ પાઠ કરવાના નિયમથી ભગવાન આપણી પણ સર્વે મનોકામના પૂર્ણ કરશે. અંતરને અલૌકિક આનંદથી ભરશે*. માટે *આજે વંદુના પાઠ કરી ભગવાનને રાજી કરવનો અણમોલ અવસર છે*. એમ સમજીને પાઠ કરજો. તો *રાજબાની જેમ સ્વામિનારાયણ ભગવાન આપણા અંતરમાં પણ જરૂર નિત્ય નવલો આનંદ આપશે અને સર્વે દુઃખો તથા દોષો કાપી સહજાનંદરુપી અલૌકિક આનંદનો સાગર અંતરમાં રેલાવશે*. 🌹🙏જય સ્વામિનારાયણ🙏🌹
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.