‘તારે મૌલિકને ફાકી આપવી નહીં’ કહીં દુકાનદાર પર ભરવાડ પરિવારનો ધોકાથી હુમલો
ગૌતમનગરમાં તારે મૌલિકને ફાકી નહીં દેવાની કહીં દુકાનદાર પર ભરવાડ પરિવારે ધોકાથી હુમલો કરતાં તેનું માથું ફાડી નાખ્યું હતું. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ગૌતમનગર શેરી નં.7 માં રહેતાં અશ્વિનભાઈ લાભશંકર જોશી (ઉ.વ.52) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે છેલા ભરવાડ, વિરાબેન અને વિજયનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,
તેઓ પોતાના ઘરેથી ગાયત્રી જનરલ સ્ટોર નામની દુકાન ચલાવે છે. ગઈકાલે સાંજના સાત વગયાની આસપાસ તેઓ પોતાની દુકાને હતાં ત્યારે તેમની શેરીમાં રહેતા મૌલિક દિલીપભાઈ નિમાવત ફાકી લેવા આવેલ હતો ત્યારે શેરીમાં જ રહેતો છેલાભાઈ ભરવાડ તેની પત્ની વીરાબેન તથા તેનો પુત્ર વિજય ધોકા સાથે દુકાન પાસે આવેલ અને તે મૌલિક સાથે ઝઘડો કરી અને ગાળો આપવા લાગેલ અને બાદમાં મૌલિક તેના ઘરે જતો રહેતા આ લોકો પણ તેની પાછળ ગયેલ હતાં. બાદમાં છેલાભાઈ ધોકા સાથે ફરીવાર ફરિયાદીની દુકાને આવેલ
અને કહેવા લાગેલ કે, તારે મૌલિકને કોઈ પાન ફાકી આપવા નહીં અને ચોકમાં ઉભા રહેવા નહીં દેવાનો કેહતા તેઓએ કહેલ કે, હું મારો ધંધો કરું છું કોઈ ગ્રાહકને હું પાન ફાકીની ના પાડી શકું કહેતા છેલાભાઇ ઉશ્કેરાઈ ગયેલ ગાળો આપી ધોકા વડે માથામાં હુમલો કરતાં લોહી નીકળવા લાગ્યું હતું. બાદમાં આરોપી નાસી છૂટ્યો હતો. ફરિયાદી અને તેના મિત્રને ગંભીર ઇજા પહોંચતા બંને સારવારમાં ખસેડાયા હતાં.બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.