*પૂરક પરીક્ષાના ત્રીજો દિવસે* ************** *ધો.૧૦ માં વિજ્ઞાન વિષયમાં ૪૩૧૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી* - At This Time

*પૂરક પરીક્ષાના ત્રીજો દિવસે* ************** *ધો.૧૦ માં વિજ્ઞાન વિષયમાં ૪૩૧૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*


*પૂરક પરીક્ષાના ત્રીજો દિવસે*
**************
*ધો.૧૦ માં વિજ્ઞાન વિષયમાં ૪૩૧૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
**************

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા- ૨૦૨૩ ૧૪ જૂલાઇ સુધી યોજાનાર છે.
પૂરક પરીક્ષા-૨૦૨૩ના ત્રીજા દિવસે ધોરણ ૧૦માં સામાજીક વિજ્ઞાન વિષયમાં ૨૬૭ વિધ્યાર્થીઓ પૈકી ૨૫૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૨ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં ૨૪૩ અને અંગ્રેજી માધ્યમમાં ૧૨ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.તેમજ ૧૧ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.વિજ્ઞાન વિષયમાં ૪૩૧૧ વિધ્યાર્થીઓ પૈકી ૩૬૨૨ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૬૮૯ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં ૩૫૪૮ અને અંગ્રેજી માધ્યમમાં ૭૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયમાં કુલ ૩૮૮ વિધ્યાર્થીઓ પૈકી ૨૮૨ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ૧૦૬ વિધ્યાર્થીઓ ગેર હાજર નોંધાયા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં ૨૪૪ અને અંગ્રેજી માધ્યમમાં ૩૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કોમ્પ્યુટર વિષયમાં કુલ સાત વિધ્યાર્થીઓ પૈકી છ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
*******************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.