વિસાવદર BRC ભવન ખાતે આઈ. સી ડી. એસ. વિભાગ વિસાવદર દ્વારા તાલુકા કક્ષાની વાનગી હરીફાઈ યોજાઈ
વિસાવદર BRC ભવન ખાતે આઈ. સી ડી. એસ. વિભાગ વિસાવદર દ્વારા તાલુકા કક્ષાની વાનગી હરીફાઈ યોજાઈ
વિસાવદર ખાતે icds વિસાવદર ઘટક તેમજ વિસાવદરના દરેક સેજામા પ્રથમ સ્થાન વિજેતા વાનગીઓની આજ રોજ તારીખ 12/7/23ના રોજ BRC ભવન ખાતે ભવ્ય વાનગી સ્પર્ધાનુ આયોજન પ્રાંત અધિકારીશ્રી રાઠોડ કીર્તન બહેનના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું .
જેમાં આંતરરાષ્ટ્રીય મિલેટ્સ પર્વને અનુંસંધાને જે ધન્યો છે, જેવા કે, બાજરી, સાંબો, નાગલી વગેરે ધન્યો વિશે cdpo પ્રવીણાબેન ખીમસુરીયાએ વિશેષમાં લોકોને માહિતગાર કર્યા હતા.
પ્રાંત અધિકારી રાઠોડ કીર્તન બહેન તથા તાલુકા વિકાસ અધિકારી નંદાણીયા સાહેબ લાભુ બહેન ગુજરાતી, મધુબેન સાવલિયા ચંદ્રિકાબેન વડોદરિયા ,રમણીકભાઇ દુધાત્રા, નરેન્દ્ર ભાઈ કોટીલા, રમણીકભાઇ ગોહીલ .તથા કેવલભાઈ .સંજયભાઈ, રવિભાઈ,મહેશભાઈ, નિકુંજ ભાઈ સપના બેન, રશ્મિબેન તેમજ icds સટાફ તથા આંગણવાડી વર્કર બહેનો હાજર રહ્યા હતા.
મિલેટસ આંતરાષ્ટ્રીય પર્વ 2023 મુજબ ખોરાકમા મુખ્ય ધાન્ય સામો ( બાર્નયાર્ડ મિલેટ ), નાગલી (ફિગર મિલેટ ), બાજરો (પર્લ મિલેટ )અને જુવાર નો ઉપયોગ કાયમી ખોરાકમા લેવાથી પૂરું પોષણ મળી રહે છે. તે બાબત ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસાવદર icds વિભાગના cdpo પ્રવિણાબેન ખીમસુરીયા તથા મુખ્ય સેવિકા લીલાબેન વાઢેર વગેરેએ માર્ગદર્શન પૂરું પડ્યું હતું.આ વાનગી સ્પર્ધામા પ્રથમ સ્થાન જલ્પાબેન બી. ભટ્ટ બરડીયા 3 તથા બીજા ક્રમે જીગલબેન આર. વાઘેલા નાના પિંડખાઈ અને ત્રીજા ક્રમે નાગાણી શીતલબેન જે મોટા કોટડા 2 નમ્બર પ્રાપ્ત કર્યા હતા.
તમામ કાર્યકમને સફળ બનાવવા આંગણવાડી વર્કર બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રમણીકભાઇ ગોહિલે કર્યું હતું.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.