ગુજરાતી ભાષા-સાહિત્ય કેળવણી શિબિર – બોટાદ ખાતે યોજાઈ
ગુજરાતી ભાષા-સાહિત્ય કેળવણી શિબિર - બોટાદ ખાતે યોજાઈ
"માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન" અને કવિ શ્રી બોટાદકર સાહિત્ય સભાના સંયુક્ત ઉપક્રમે, દિનાંક ૦૯ જુલાઈ, ૨૦૨૩ને રવિવારે બોટાદ મુકામે "ગુજરાતી ભાષા-સાહિત્ય કેળવણી શિબિર"નું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં બોટાદ જિલ્લાના ૭૩, અમરેલી જિલ્લાના ૧૯, ભાવનગર મહાનગરના ૧૨ અને ભાવનગર જિલ્લાના ૨૧ મળીને કુલ ૧૨૫ ભાષાસાધકોએ ભાગ લીધો.આ શિબિરમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ શ્રી હર્ષદ શાહે અનુસ્વાર વિશે, મંત્રી શ્રી લાભશંકર જોશીએ જોડણી વિશે, શ્રી ધર્મેન્દ્ર કનાલાએ ભાષાલેખન-શુદ્ધિ વિશે તેમજ ન્યાસી ડૉ. દીપક પંડ્યાએ રૂડી ગુજરાતી વાણી રાણીના વકીલ કવિ શ્રી દલપતરામના પ્રદાન વિશે વિગતે રજૂઆત કરી હતી.
સમગ્ર શિબિરનું આયોજન અને સંચાલન બોટાદ જિલ્લાના સંયોજક શ્રી પ્રવીણભાઈ ખાચર અને તેઓના સાથી મિત્રોએ કર્યું હતું લગભગ દસ જેટલા શિબિરાર્થીઓએ કાર્યક્રમના ખૂબ સારા પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા અને માતૃભાષાના જતન માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી વરસતા વરસાદમાં પણ શિબિરાર્થીઓ ધીરજ અને અનન્ય ઉત્સાહથી સહભાગી થયા હતા રાજ્યનો આ પ્રકારનો પહેલો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.