મોટા ખુંટવડા ખાતે આવેલ કેન્દ્રવર્તી શાળા નજીક વિજ પોલ પાવરની પેટી ખુલ્લી હોવાથી બાળકો ભયભીત
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે બસ સ્ટેન્ડ નજીક કેન્દ્રવર્તી શાળાની દિવાલના ખુણે વિજ પોલ ઉભા કરેલ છે ત્યાંથી આસપાસના વિસ્તારોમાં વિજ પાવરના જોડાણો આપેલ છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો જે છે કેન્દ્રવર્તી શાળા નજીક આવેલ વિજ પોલના દ્રશ્યો છે તંત્રની ઘોર બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? વિજ પાવરની ખુલ્લી પેટી જમીનથી માત્ર બે થી ત્રણ ફુટ ઊંચી છે જેની પાસેથી શાળાએ જતા અંદાજીત રોજ દોઢ સો થી બસો બાળકો પસાર થાય છે તાજેતરમાં જ વિજ પાવર(PGVCL) ની ઘોર બેદરકારીના કારણે બે મહિના અગાઉ નેસવડ ગામમાં ફળિયામાંથી પસાર થતા સર્વિસ વાયરના કારણે શીતલબેન નામની યુવતીનું મોત નિપજ્યું હતું તો તેવી જ રીતે શાળાએ જતા જો કોઈ બાળકો ખુલ્લી પેટીને સ્પર્શ કરશે અને વિજ કરંટના કારણે મોતને ભેટ છે તો તેના જવાબદાર કોણ થશે તેવી ચર્ચાઓ લોક મુખે ચાલી રહી છે
રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.