બોટાદ જિલ્લાના ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમાંથી ૧૧૪૨ ક્યુસેક પાણીના ઈમ્ફલો સામે ૦૨ ગેટ મારફત ૧૧૪૨ ક્યુસેક પાણીનો આઉટફ્લો - At This Time

બોટાદ જિલ્લાના ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમાંથી ૧૧૪૨ ક્યુસેક પાણીના ઈમ્ફલો સામે ૦૨ ગેટ મારફત ૧૧૪૨ ક્યુસેક પાણીનો આઉટફ્લો


ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમા પાણીની આવક વધતા સાજે ૦૫:૩૦ કલાકે ૦૨ ગેટ ૦.૧૫ મીટર ખુલ્લા મુકાયા

ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમાથી છોડાયેલા પાણીના પ્રવાહને લીધે નીચાણવાળા ગામોના લોકો/રહીશોને નદી કિનારાથી દૂર રહેવા ઉપરાંત પશુધનને દૂર રાખવા માટે સાવચેત કરાયાં

બોટાદના બરવાળા તાલુકાના ખાંભડા પાસેની ઉતાવળી નદી ઉપર આવેલ ખાંભડા સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં પાણીની આવક વધતાં અગાઉ ૦૧ દરવાજો ૦.૧૫ મીટર ખુલ્લો હતો તેમાં આજરોજ ૦૫:૩૦ કલાકે વધારો કરીને ૦૨ દરવાજા ૦.૧૫ ખુલ્લા મુકાયાં છે. ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમાંથી ૧૧૪૨ ક્યુસેક પાણીના ઈમ્ફલો સામે ૦૨ ગેટ મારફત ૧૧૪૨ ક્યુસેક પાણીનો આઉટફ્લો કરાયો છે.

ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમાથી છોડાયેલા પાણીના પ્રવાહને લીધે નીચાણવાળા ખાંભડા,બેલા,ટીંબલા,કુંડળ, બરવાળા, ખમીદાણા, જુના-નવા નાવડા અને વાઢેળા ગામોના લોકો/રહીશોને નદી કિનારાથી દૂર રહેવા ઉપરાંત પશુધનને દૂર રાખવા મામલતદાર, બોટાદ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.