માળીયાહાટીના તાલુકાના વિરડી ગામ પાસે મળેલ કારડીયા રાજપૂત યુવાનની લાશ અકસ્માત માંથી હત્યામાં પલટાયો કેસ - At This Time

માળીયાહાટીના તાલુકાના વિરડી ગામ પાસે મળેલ કારડીયા રાજપૂત યુવાનની લાશ અકસ્માત માંથી હત્યામાં પલટાયો કેસ


માળીયાહાટીના તાલુકાના વિરડી ગામ પાસે મળેલ કારડીયા રાજપૂત યુવાનની લાશમાં પ્રાથમિક તપાસમાં આડા સંબંધોને લઈ હત્યાની શંકાના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ.

આ હત્યાના બનાવવા અંગે માળીયા હાટીના પોલીસ સ્ટાફ તેમજ એફ એસ એલ ની ટીમ સાથે સંયુક્ત જીણવટ ભરી તપાસ હાથ ધરી છે

હત્યાના આરોપી માળીયા હાટીના પોલીસના હાથ વેતમાં

માળીયાહાટીના તાલુકાના વિરડી ગામે બેક દિવસ પહેલા કારડીયા રાજપૂત સમાજના નવયુવાન ભાવેશભાઈ કાનાભાઈ પરમાર ઉ.વ. 40 ની લાશ અને મોટરસાયકલ વીરડી થી અડધી કિમી દૂર વિકલાંગ પુલ નીચેથી દૂર મળી આવી હતી. ત્યારથી માળીયા હાટીના પીએસઆઇ બી.કે ચાવડા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સ્થળ ખરાઈ કરતા આ બનાવ હત્યા કે અકસ્માત છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરેલ હતો પી એસ આઈ બી કે ચાવડા અને પોલીસ સ્ટાફ દ્વારા ટેક્નિશન સતર્ક તપાસનો ધમધમાટ શરૂ કરતા મૃતકને અન્ય જગ્યાએ મારી બીજી જગ્યા ફેંકી પુરાવા નાશ કરવા હોવાનું જાણવા મળી રહ્યું છે બીજી તરફ મૃતકના p m રિપોર્ટ આવતાઆ બનાવ અકસ્માતનો નહીં પણ હત્યા હોવાનું ખુલ્યુ છે શંકાના આધારે પોલીસે કેટલાક લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે આ બનાવમા મૃતકના પત્નીનો આડા સંબંધો કારણભૂત હોવાનું પોલીસને જાણવા મળે છે બનાવમાં મૃતક ભાવેશભાઈના પત્ની ઉપર પોલીસને વધુ શંકા છે વિશેષ તપાસ ચાલુ છે આ હત્યા માં વધુ નામ ખુલશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.