સેવા કરવા સતા કે સગવડોની જરૂર નથી
સેવા કરવા સતા કે સગવડોની જરૂર નથી
અમરેલીના કવિ રમેશ પારેખ માર્ગ પર જીલ્લા પંચાયત પાસે એક અનોખી સેવાની લારી છે, સરકારી કચેરીઓ નજીક તૈયાર પડીકા વેચી પેટિયુ રળતા વિકલાંગ નામે મુન્નાભાઈ રાઠોડ આ રેકડીમાં રોકડી થોડી અને સેવા વધુ કરે છે. જીલ્લાભરના દિવ્યાંગો માટે વિકલાંગતાનો દાખલો, ફ્રી એસ.ટી.પાસ, મેડિકલ હેલ્પ, ટ્રાઇસિકલ, રોજગારી માટે લોન, સાધન-સહાય સહિત વિવિધ યોજનાઓના લાભ અપાવવાના ફોર્મ ભરવાની કામગીરી વર્ષોથી વિનામૂલ્યે કરે છે. સરકારી યોજનાઓ અને તેને લગતાં ડોક્યુમેન્ટસની યાદી તેઓને મોઢે હોય અને હસતાં-હસતાં કામ કરી આપે તેથી આજુબાજુના વિસ્તારના મોટાભાગના દિવ્યાંગો કોઈપણ કામ માટે મુન્નાભાઈનો સંપર્ક કરે છે. દિવ્યાંગ દીપ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી દિવ્યાંગો માટે જીવનસાથી પસંદગી મેળા, સમૂહ લગ્ન, યાત્રા પ્રવાસ વગેરે જેવાં જીવનોપયોગી કાર્યક્રમોના આયોજન કરે છે.
કોઈપણ જાતના સ્વાર્થ કે પ્રસિદ્ધિ વગર જેને ખરેખર મદદની જરૂર છે એવાં દિવ્યાંગજનો માટે કાર્યરત મુન્નાભાઈની સેવાને સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, વેલનાથ ગૃપના રમેશ મકવાણા, માંધાતા ગૃપના હાર્દિક સોલંકીએ બિરદાવી ધન્યવાદ પાઠવ્યા હતાં.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.