સાળંગપુર ધામે વાહન અકસ્માત અટકાવવા અને સુચિત રીતે ટ્રાફિક નિયમન જાળવવાં બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ પ્રસિધ્ધ કરાયો - At This Time

સાળંગપુર ધામે વાહન અકસ્માત અટકાવવા અને સુચિત રીતે ટ્રાફિક નિયમન જાળવવાં બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ પ્રસિધ્ધ કરાયો


વાહનોના ટ્રાફિક ઘસારાના કારણે બનતા વાહન અકસ્માત અટકાવવા અને સુચિત રીતે ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ નો પાર્કિંગ ઝોનમાં બરવાળા-બોટાદ હાઇવે રોડ ઉપર સાળંગપુર ગામે ગુંદા ત્રણ રસ્તાથી ભરવાડ વાસના નાકા સુધી રોડની બંને સાઇડ, સાળંગપુર ગામે ભરવાડ વાસના નાકાથી હનુમાનજી મંદિરના ગેઇટ નં.૧ સુધીના જાહેર રસ્તા ઉપર રોડની બંને સાઇડ તેમજ સાળંગપુર ગામેના ભરવાડ વાસના નાકાથી B.A.P.S સ્વા.મંદિરના ગેઇડ નંબર-૦૫ સુધી લાઠીદડ વાળા જાહેર રસ્તા ઉપર રોડની બંન્ને સાઇડે વાહન પાર્ક ન કરવા ઉક્ત હુકમ ફરમાવ્યો છે.

અપવાદ રૂપ કિસ્સામાં ઇમરજન્સી સેવાઓના વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં.આ જાહેરનામું તા.૦૭/૦૭/ર૦ર૩ થી તા.૦૯/૦૭/૨૦૨૩ના ૨૪:૦૦ કલાક સુધી, તા.૧૪/૦૭/૨૦૨૩થી ૧૬/૦૭/૨૦૨૩ના ૨૪:૦૦ કલાક સુધી, તા.૨૧/૦૭/૨૦૨૩થી ૨૩/૦૭/૨૦૨૩ના ૨૪:૦૦ કલાક સુધી તેમજ તા.૨૮/૦૭/૨૦૨૩થી ૩૦/૦૭/૨૦૨૩ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમ/ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.