ગરબાડા ના ભે ગામે ખેતરની વાડીમાં ફૂલો તોડવા ગયેલ દંપતી પર વન્ય પ્રાણી દીપડાનો હુમલો. - At This Time

ગરબાડા ના ભે ગામે ખેતરની વાડીમાં ફૂલો તોડવા ગયેલ દંપતી પર વન્ય પ્રાણી દીપડાનો હુમલો.


હુમલામાં પતિ પત્ની ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા.

ગરબાડા તાલુકાના બે ગામમાં દીપડાના હુમલા ની ઘટના બની છે સવારના સમયે બે વ્યક્તિઓ ઉપર દીપડાએ હુમલો કર્યો છે ગરબાડા તાલુકાના ભે ગામના ૩૩ વર્ષીય દશરથભાઇ જતાભાઈ રાઠોડ તથા તેમની પત્ની ૨૯ વર્ષીય મંજુબેન રાઠોડ સવારના ૭:૩૦ વાગ્યાના સમયે તેમના ખેતરમાં ફૂલોની વાડીમાં ફૂલો તોડતા હતા તે સમયે જંગલ વિસ્તારમાંથી આવી ચડેલા વન્યપ્રાણી દીપડાએ અચાનક તેમના ઉપર હુમલો કરી દીધો હતો ત્યારે બુમાભૂમ થતા દીપડો ત્યાંથી જંગલ વિસ્તારમાં ભાગી છુટ્યો હતો દીપડાના દશરથભાઇ ને હુમલામાં હાથના ભાગે તથા મંજુબેનને માતાના ભાગે ઇજાઓ થતાં આ બંનેની ગરબાડા ના સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ મંજુબેન ને આંખના ભાગે દીપડાએ પંજો મારતા આંખમાં બ્લિડિંગ ચાલુ થઈ ગયું હતું તેમજ માથાં ના ભાગે વધુ ઈજા પહોંચી હોવાનું જણાતા બંને ને દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. આ ઘટનાની જાણ ગરબાડા વન વિભાગને કરવામાં આવતા ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.એલ બારીયા સહિત વન વિભાગની ટીમ ભે ગામે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગ્રામજનોને દીપડા થી સાવચેત રહેવા જરૂરી સુચના આપવામાં આવી છે.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.