મહીસાગર જીલ્લામાં કડાકા અને ભડાકા સાથે મેઘરાજાની સવારી
મહીસાગર જીલ્લામાં સાંજના સમયે કડાકા અને ભડાકા સાથે ધીમીગતિએ મેઘરાજાનુ આગમન થયુ હતુ.જ્યારે લાંબા સમયના વિરામ બાદ વરસાદનુ આગમન થતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મલ્યો હતો.ભારે ઉકારાત બાદ વરસાદનુ આગમન થયૂ હતુ.મહીસાગર જિલ્લામાં પણ ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. કેટલીક જગ્યાઓએ મુશળધાર વરસાદ વરસવાના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે અને ખેડૂતો હાલ ખેતી કાર્યમાં જોડાયા છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં વાતાવરણ એકદમ શુષ્ક જોવા મળ્યું હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અતિશય બફારો અને ઉકળાટ મહેસુસ થઈ રહ્યો હતો. જેના કારણે લોકો પરેશાન બન્યા હતા. ત્યારે આજે સાંજના સમયે જિલ્લાના બાકોર ખાતે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.