ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે ત્રણ વર્ષમાં રૂ.૨૭ કરોડ કરતા વધુની સહાય ચૂકવાઇ*
*ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે ત્રણ વર્ષમાં રૂ.૨૭ કરોડ કરતા વધુની સહાય ચૂકવાઇ*
૦૦૦૦૦
*પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત કુટુંબને ગાય નિભાવ માટે મળે છે વાર્ષિક રૂ.૧૦૮૦૦ની સહાય*
૦૦૦૦૦
*દેશી ગાય નિભાવ ખર્ચ યોજનાનો હેતુ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની આવક બમણી કરવાનો*
૦૦૦૦૦૦
*ગીર સોમનાથ.તા.૪:* મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોની આવક બમણી કરવાના આહવાનના પ્રતિસાદરૂપે રાજ્ય સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧માં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવાના ભાગ રૂપે દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજના અમલમાં છે. જેમાં ગીર સોમનાથમાં વર્ષ ૨૦૨૦-૨૧થી અત્યાર સુધીમાં જિલ્લામાં ગાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને રુ.૨૭.૫૦ કરોડ કરતા વધુ રૂપિયાની સહાયની ચુકવણી કરાઈ છે.
આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૪૯૦ ખેડૂતોને રૂ.૨.૫૭ લાખની સહાય આપવામાં આવી હતી તેમજ વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૨૨૦૦થી વધુ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૧૨ કરોડ ૭૯ લાખ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૩૩૦૦થી વધુ ખેડૂત લાભાર્થીઓને ૧૨ કરોડ ૮૦ લાખથી વધુની સહાય આપવામાં આવી છે. આ પ્રકારે વર્ષ ૨૦૨૦-૨૧થી અત્યાર સુધીમાં જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને રુ .૨૭.૫૦ કરોડ કરતા વધુ સહાયની ચુકવણી કરાઈ છે.
નોંધનીય છે કે, આ યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂ. ૯૦૦/- પ્રતિ માસ (રૂ. ૧૦,૮૦૦/- વાર્ષિક મર્યાદામાં) સહાય આપવામાં આવે છે. જેમાં અરજદાર દેશી ગાય ધરાવતા હોવા જોઈએ અને તેમના છાણ અને ગો-મૂત્રથી પ્રાકૃતિક કૃષિ કરતા હોવા જોઈએ. ગાય નિભાવ ખર્ચ યોજનામાં પહેલો હપ્તો રૂ. ૫૪૦૦/- છ માસ (એપ્રિલ થી સપ્ટેમ્બર) અને બીજો હપ્તો રૂ. ૫૪૦૦/- છ માસ (ઓક્ટોમ્બર થી માર્ચ) સુધી એમ બે હપ્તામાં ચૂકવાય છે તેમજ આ બંને હપ્તા દરમિયાન ફિલ્ડ વેરીફીકેશન અંગેની કામગીરી પૂર્ણ થયા પછી સહાયની રકમનુ ચુકવણું કરવામાં આવે છે.
*--------------બોક્સ-----------*
કેવી રીતે મળે છે ગાય નિભાવ ખર્ચ સહાય યોજનાનો લાભ?
આ યોજનાનો લાભ લેવા ખેડૂત લાભાર્થી આઇડેટીફીકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઇએ. લાભાર્થી ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઇએ તેમજ આ યોજનાનો લાભ નાના-મોટા, સીમાંત, એસ.સી., એસ.ટી., જનરલ અને અન્ય દરેક ખેડૂતો લઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારીત દેશી ગાયના ગોબર અને ગો-મૂત્રનાં ઉપયોગથી ઓછા ખર્ચે ખેતી, પાકની વૃધ્ધિ માટેના જરૂરી ઈનપુટ બહારથી ન લેતા પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ બનાવવા તેમજ પ્રાકૃતિક કૃષિથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદનમાં વધારો અને નહીવત ઉત્પાદન ખર્ચ, પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ થાય તે હેતુસર દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબ ને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજના અમલમાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.