વર્લ્ડ ઝુનોસીસ ડે નીમીતે તા. ૬ જુલાઈ–૨૦૨૩, ગુરૂવારે, સમસ્ત મહાજન તથા એનીમલ હેલ્પલાઇનનાં સંયુકત ઉપક્રમે, પશુ—પક્ષીઓ માટેનો નિઃશુલ્ક, મેગા, સર્વરોગ નિદાન તેમજ સારવારનો કેમ્પ - At This Time

વર્લ્ડ ઝુનોસીસ ડે નીમીતે તા. ૬ જુલાઈ–૨૦૨૩, ગુરૂવારે, સમસ્ત મહાજન તથા એનીમલ હેલ્પલાઇનનાં સંયુકત ઉપક્રમે, પશુ—પક્ષીઓ માટેનો નિઃશુલ્ક, મેગા, સર્વરોગ નિદાન તેમજ સારવારનો કેમ્પ


વર્લ્ડ ઝુનોસીસ ડે નીમીતે તા. ૬ જુલાઈ–૨૦૨૩, ગુરૂવારે, સમસ્ત મહાજન તથા એનીમલ હેલ્પલાઇનનાં સંયુકત ઉપક્રમે, પશુ—પક્ષીઓ માટેનો નિઃશુલ્ક, મેગા, સર્વરોગ નિદાન તેમજ સારવારનો કેમ્પ.

શ્વાનોને વિનામૂલ્યે રસીકરણ. ૨૦ નિષ્ણાંત તબીબો સેવા આપશે. સૌરાષ્ટ્ર–કચ્છના જીવદયા પ્રેમીઓને લાભ લેવા અપીલ.

વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા 'સમસ્ત મહાજન' નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ગીરીશભાઈ શાહ તથા ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા 'શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટ' દ્વ્રારા 'વર્લ્ડ ઝુનોસીસ ડે' નિમિતે યોજાનાર અનેક કાર્યક્રમોની શૃંખલામાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં પશુ-પક્ષીઓ માટેના મેગા, નિઃશુલ્ક, સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ, ચર્મ ચિકિત્સા—દંત ચિકિત્સા તેમજ આંખના રોગોના સારવાર કેમ્પ અને શ્વાનોને વિનામુલ્યે હડકવાનું રસીકરણ, કૃમિનાશક તેમજ અન્ય સારવારના કેમ્પનું આયોજન તા. ૬, જુલાઇ, ગુરૂવારનાં રોજ સવારે ૯:૦૦ થી બપોરના ૨–૦૦ કલાક સુધી શ્રીમતી શેણી મેમોરીયલ ટ્રસ્ટ, શ્રેયસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પાસે, નાગેશ્વર તીર્થની સામે, જામનગર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.
એનીમલ હેલ્પલાઇનના ડૉ. નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવી માલવીયા, સેવાભાવી તબીબ ડો. અરવિંદ ગડારા, ડો. અરૂણ ઘીયાડ, ડો. હિરેન વિસાણી તેમજ પંચનાથ એનીમલ હોસ્પીટલનાં ડો. વિવેક કલોલા સહીતની ડોકટર્સની ટીમ પોતાની સેવા આપશે. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ ટ્રસ્ટનાં ડો. મણવર સહિતનાં નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહી સેવા આપશે. આ મેગા કેમ્પમાં જિલ્લા પંચાયત પશુપાલન શાખાનાં વરિષ્ઠ ડોકટર્સ ડો. ગોહીલ, ડો. કટારા, ડો. ખાનપરા, ડો. જાકાસણીયા ડો. કુંડારીયા તથા રાજકોટ મહાનગરપાલીકાના ડો. હિરપરા, ડો. ભાવેશ જાકાસણીયા, ડો. ઉપેન્દ્ર પટેલ સહિતના નિષ્ણાંત તબીબો સેવા આપશે.
આ કેમ્પમાં પશુ—પક્ષીઓથી મનુષ્યોને તથા મનુષ્યોથી પશુ-પક્ષીઓને ફેલાતા રોગોના નિરાકરણ અંગે જનજાગૃતી તેમજ મેડીકલ માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પમાં આવેલા તમામ પશુ-પક્ષીઓને જનરલ હેલ્થ ચેકઅપ (ફુલ બોડી), શ્વાનોને વિનામૂલ્યે હડકવા વિરોધી રસીકરણ, આંખના—દાંતના—ચામડીના રોગોની તેમજ સર્વરોગોનું નિદાન,સારવાર કરી આપવામાં આવશે. સર્વરોગની જનરલ સારવાર, મેજર ઓપરેશન ઉપરાંત અન્ય સારવાર પણ કરી આપવામાં આવશે. આ કેમ્પને ભારત સરકારનાં કેન્દ્રીય પશુપાલન મંત્રી જીવદયા પ્રેમી પરશોત્તમભાઈ રૂપાલા, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, સમસ્ત મહાજન' નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ગીરીશભાઈ શાહ, મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની શુભેચ્છા મળી રહી છે.આ જીવદયા કેમ્પને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદો રામભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડારીયા, રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા, ધારાસભ્યશ્રીઓ રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડની શુભેચ્છા મળી રહી છે. રાજકોટનાં જીવદયા પ્રેમી કલેકટર પ્રભવ જોષી, રાજકોટ મહાનગરપાલીકા કમિશ્નર આનંદ પટેલ, રાજકોટ શહેર પોલીસ કમીશ્નર રાજુ ભાગર્વ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર ડો. શ્રી પ્રદીપભાઈ ડવ, સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા, શ્યામભાઈ ખનકભાઈ પારેખ, અહંમ યુવા સેવા ગ્રુપ, ડેપ્યુટી મેયર શ્રી કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ શેઠ, પંચનાથ મંદીર તેમજ હોસ્પીટલનાં દેવાંગભાઈ માંકડ, જૈન શ્રેષ્ઠી ભરતભાઈ ભીમાણી, ભરતભાઈ મહેતા (ભાભા ગ્રુપ), જયંતીભાઈ પરસાણા (જાણીતા બીલ્ડર્સ), મનસુખભાઈ ભીમાણી (અગ્રણી ઉદ્યોગપતિ), જયોતીન્દ્રભાઈ મહેતા (મામા), કલ્પકભાઈ મણીયાર, અમિતભાઈ સંઘવી (જૈન અગ્રણી), વિજયભાઈ મહેતા (જૈન અગ્રણી–મુંબઈ), ચંદુભાઈ હુંબલ, વિરાભાઈ હુંબલ સહિતનાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
કેમ્પને સફળ બનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય ગીરીશભાઈનાં માર્ગદર્શનમાં કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, કુમારપાળ શાહ, ધીરુભાઇ કાનાબાર, રમેશભાઇ ઠકકર, ઘનશ્યામભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠકકર, પારસ ભરતભાઈ મહેતા, વિષ્ણુભાઇ ભરાડ સહીતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના જીવદયા પ્રેમીઓને આ મેગા, નિઃશુલ્ક કેમ્પનો લાભ લેવા અપીલ કરાઇ છે.
કેમ્પ અંગેની વિશેષ વિગતો માટે મિતલ ખેતાણી મો.૯૮૨૪૨ ૨૧૯૯૯, પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩), કુમારપાળ શાહ (મો.૯૪૨૬૨ ૧૦૨૨૬) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.