સાબરકાંઠા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે આયોજીત સ્વાતંત્ર્ય સેનાની સન્માન કાર્યક્રમ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશને સ્વતંત્ર કરાવવામાં જેમણે અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેવા સાબરકાંઠા જિલ્લાના અનસંગ હીરો-સ્વાતંત્ર્ય સેનાની/સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને સન્માન યોજાયો હતો.
આ પ્રસંગે કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિશાલ વાઘેલાના વરદ હસ્તે શાલ, મોમેન્ટો અને બુકેથી સન્માન કરવામાં આવ્યું. જેમાં શ્રીમતી લીલાબેન વસાવા, સ્વ. રતિલાલ કાલીદાસ રાવલ અને સ્વ. રજનીકાંત રેવાશંકર ઉપાધ્યાયના પરિવારજનોને સન્માનિત કરાયા હતા. આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓ એ પોતાની કે પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વગર આઝાદીની લડતમાં પોતાની જાતને હોમી દઇ હિંદ છોડો આંદોલન, દીવ દમણ અને ગોવા મુક્તિ આંદોલન જેવી અનેકવિધ ગતિવિધિઓમાં ભાગ લઇ દેશને સ્વતંત્ર કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. એવા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરી સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ગૌરવની લાગણી અનુભવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.