શિશુવિહાર વળાવડ કન્યા વિદ્યાલય શાળાની વિદ્યાર્થીઓ માટે આપત્તિ નિવારણ અને ફર્સ્ટ એડ તાલીમ યોજવામાં આવી હતી - At This Time

શિશુવિહાર વળાવડ કન્યા વિદ્યાલય શાળાની વિદ્યાર્થીઓ માટે આપત્તિ નિવારણ અને ફર્સ્ટ એડ તાલીમ યોજવામાં આવી હતી


ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહાર ના ઉપક્રમે  શહેરની શ્રી  વળાવડ કન્યા વિદ્યાલય શાળાની વિદ્યાર્થીઓ માટે ૧ મી આપત્તિ નિવારણ, અને ફર્સ્ટ એડ તાલીમ યોજવામાં આવી હતી .....

વાઘ બકરી ટી ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી તા.૧ જુલાઈ એ યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત ૨૫૦ વિદ્યાર્થીઓને  શ્રી હરેશભાઈ ભટ્ટ  શ્રી નકુલભાઈ પરાડકર શ્રી પંકજભાઈ ચુડાસમા દ્વારા ઇમર્જન્સી મેથડ , સ્ટેચર  પાટા , ફસ્ટેઇડ દોરડા ની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ સ્થિતિમાં પ્રાથમિક સારવાર ની સમજ પ્રત્યક્ષ નિદર્શન દ્વારા આપવામા આવેલ. આ પ્રસંગે તમામ વિધાર્થીઓને શિશુવિહાર તરફથી "બાળ આરોગ્ય સૂત્ર" પુસ્તિકા તથા શાળા પુસ્તકાલય માટે "ડિઝાસ્ટરની પુસ્તક"ભેટ આપવામા આવેલ..  

શાળાનાં આચાર્યશ્રી અમીનભાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી રાજુભાઇ મકવાણાએ કર્યું હતુ....

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.