બોટાદ બ્રેકીંગ - At This Time

બોટાદ બ્રેકીંગ


મૂશળધાર વરસાદ થી બરવાળા શહેર બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ.

બરવાળા શહેરનાં તમામ મુખ્ય માર્ગો પર ઘૂંટણ સમા પાણી વહેતા થયા.

નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી પાણીમાં તણાઈ.

શહેરના મુખ્ય પ્રવેશ માર્ગ જકાતનાકા વિસ્તાર તેમજ રોકડીયા હનુમાન મંદિર વિસ્તાર, રોજીદ દરવાજા વિસ્તાર, મોચી બજાર, છત્રી ચોક વિસ્તાર, શાક માર્કેટ, ખમીદાણા દરવાજા વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા.

વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

અનેક વાહનો બંધ પડ્યા.

ગતરોજ બરવાળા પંથકમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આજે બપોર બાદ મુશળધાર વરસાદ અવિરત શરૂ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.