પોશીના ખાતે ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ
*પોશીના ખાતે ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ*
સમગ્ર જિલ્લામાં તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પોશીના ખાતે જિલ્લાકક્ષાની તમાકુ નિષેધ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આરોગ્ય શાખાના કર્મચારીઓ દ્વારા પોશીના સ્વામિનારાયણ મંદિર ખાતેથી તમાકુ વિરોધી સૂત્રો સાથે રેલી યોજેલ જે સમગ્ર પોશીના બજાર વિસ્તારમાં ફરી તાલુકા આરોગ્ય કચેરી ખાતે પૂર્ણ થઇ હતી.
ટોબેકો કંટ્રોલ સેલ સાબરકાંઠા દ્વારા પોશીના આઈ. ટી. આઈ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ સાથે વ્યસન મુક્ત સમાજ, તમાકુ થી થતા વિવિધ રોગો, વ્યસન છોડવાના શું કરવું તેમજ તેના ફાયદા અંગે જન જાગૃતિ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. રાજ સુતરીયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. પ્રવીણ ડામોરની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં દર વર્ષે તમાકુના વ્યસન ના કારણે ૨૭૦૦ લોકોના મરણ થાય છે. વિવિધ કેન્સર બીમારીમાં તમાકુ ૭૦% કે તેથી વધારે જવાબદાર બને છે. દર ૧૬ સેકન્ડે ૧ બાળક તમાકુની આદતમાં પ્રેવેશી રહ્યું છે. આવા ગંભીર પરિણામ તમાકુના વપરાશથી બનતા હોય તો સમગ્ર સમાજ માટે ચેતવણીની લાલબતી સામાન છે.
ડો. પ્રવીણ ડામોરે જણાવ્યું કે, વ્યસન મુક્ત થવું અઘરું છે પણ અશક્ય નથી. વ્યક્તિ મન બનાવે તો જરૂર તમાકુ મુક્ત જીવન જીવી તંદુરસ્ત રહી શકે છે. તમાકુ અધિનિયમની વિવિધ કલમો પણ ઉપસ્થિત સહુને જણાવી કાયદાકીય જાણકારી આપી હતી. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ અંતર્ગત પોતાના અભિપ્રાય વ્યક્ત કરી સર્વનો આભાર પ્રગટ કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.