સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય,વ્યવસાયલક્ષી અનેઉ.ઉ.બુ પ્રવાહ ૬૮.૧૭ ટકા પરીણામ જાહેર - At This Time

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય,વ્યવસાયલક્ષી અનેઉ.ઉ.બુ પ્રવાહ ૬૮.૧૭ ટકા પરીણામ જાહેર


*સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય,વ્યવસાયલક્ષી અનેઉ.ઉ.બુ પ્રવાહ ૬૮.૧૭ ટકા પરીણામ જાહેર*
*************
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુ પ્રવાહ પરીક્ષા ૨૦૨૩ નું પરિણામ જાહેર કરાયુ છે.સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૩૪૨૧ વિદ્યાર્થી પૈકી ૧૩૩૨૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય,વ્યવસાયલક્ષી અને ઉ.ઉ.બુ પ્રવાહનું ૬૮.૧૭ ટકા પરીણામ જાહેર થયું છે. જેમાં એ1 માં ૧૨, એ2 માં ૨૬૭, બી1માં ૧૦૩૬, બી2 માં ૨૧૧૨, સી1 માં ૨૮૯૩, સી2માં ૨૩૪૦, ડીમાં ૪૨૦ અને ઈ1માં ૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૪૩૩૭ વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે.જિલ્લામાં ધોરણ ૧૨ ની સામાન્ય પ્રવાહની પરીક્ષા ૨૦ કેન્દ્રો પર લેવાઇ હતી.ઉલ્લેખનીય છે કે જિલ્લાના ૨૦ કેન્દ્રો પૈકી વિજયનગર કેન્દ્રએ ૮૩.૨૯ ટકા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે.
*****
કયા કેંન્દ્રએ કેટલુ પરીણામ મેળવ્યું
**********
હિંમતનગર -૬૮.૪૮%
ઇડર ‌- ૬૯.૨૧%
તલોદ – ૫૮.૨૭%
વડાલી – ૬૧.૪૧%
ગાંભોઇ-રાયગઢ – ૬૦.૮૦%
નિકોડા – ૬૫.૧૪%
જાદર ‌૭૨.૧૨%
બડોલી- ૬૬.૨૦%
ઉમેદગઢ -૭૨.૩૬%
કાવા – ૭૨.૮૮%
પ્રાંતિજ -૫૮.૬૧%
મજરા -૭૦.૦૦%
પુંસરી – ૮૦.૧૫%
વિજયનગર – ૮૩.૨૯ %
અંદ્રોખા – ૭૮.૨૩%
ચિઠોડા – ૭૦.૭૧%
બિલડીયા – ૭૧.૦૦%
ખેડબ્રહ્મા – ૬૭.૪૬%
લોબડીયા – ૬૯.૮૧%
રણાસણ – ૭૦.૧૪ %

**************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.