અકસ્માત(ફેટલ) કરી નાશી જનાર વાહનની ઓળખ કરી આરોપીની અટક કરતી રાણપુર પોલીસ સ્ટેશન તથા સી.સી.ટી.વી. નેત્રમ સર્વેલન્સ ટીમ - At This Time

અકસ્માત(ફેટલ) કરી નાશી જનાર વાહનની ઓળખ કરી આરોપીની અટક કરતી રાણપુર પોલીસ સ્ટેશન તથા સી.સી.ટી.વી. નેત્રમ સર્વેલન્સ ટીમ


અકસ્માત(ફેટલ) કરી નાશી જનાર વાહનની ઓળખ કરી આરોપીની અટક કરતી રાણપુર પોલીસ સ્ટેશન તથા સી.સી.ટી.વી. નેત્રમ સર્વેલન્સ ટીમ

પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી, એસ.જી.સરવૈયા, રાણપુર પો.સ્ટે.નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમની મદદથી તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ કલાક ૦૫/૩૦ થી ૦૬/૩૦ ના અરસામા વાડીએ થી લીંબુ ઉતારી તેઓનું મો.સા. રજી.નં. GJ-06-FB-1317 નું લઈ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લીંબુ લઈ જતા હતા ત્યારે મિલેટ્રી રોડ પર મેલડીમાના મંદિર પાસે અકસ્માત કરી ફરીયાદીશ્રીના પિતાના મો.સા. સાથે ભટકાડી ફરીયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવી નાશી ગયેલ બોલેરો પીક અપ રજી.નં. GJ-12-AV-5498 બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરા ની મદદથી ઓળખાણ કરી, જે બાબતે તા.૨૦/૦૫/૨૦૨૩ ના રોજ ફરીયાદીશ્રીએ રાણપુર પોલીસ સ્ટેશનનાગુ.ર.નં.૧૧૧૯૦૦૦૬૨૩૦૨૫૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૦૪(એ), ૨૭૯ તથા M.V. Act કલમ-૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબનો ગુન્હો અકસ્માત કરનાર વાહન ચાલક વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલ છે. આમ, અકસ્માત કરનાર વાહન ચાલક પોતાનું વાહન લઇને નાશી ગયેલ હોય અને ફરીયાદીના પિતાનું ઘટના સ્થળ પર મરણ થયેલ હોય જે ગુનો વણશોઘાયેલ રહી જાય તેમ હોય જેથી સદરહું ગુનામાં અકસ્માત કરનાર વાહનની વિગતો સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ બોટાદ મારફતે મળતા રાણપુર પો.સ્ટે. નાઓએ સદરહું અકસ્માત કરનાર આરોપીને પકડી તા.૨૦/૦૫/૨૦૨૩ ના ક.૧૮/૩૦ વાગ્યે અટક કરી ઘોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી:- હિતેશભાઈ ભીમાભાઈ, ઉ.વ.-૨૭, ધંધો-ડ્રાઈવીંગ

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.