ધ ગેલેક્સી ઓફ સ્પોર્ટ્સ ક્લબ હિંમતનગર ખાતે યોગ સમર કેમ્પ યોજાયો - At This Time

ધ ગેલેક્સી ઓફ સ્પોર્ટ્સ ક્લબ હિંમતનગર ખાતે યોગ સમર કેમ્પ યોજાયો


*ધ ગેલેક્સી ઓફ સ્પોર્ટ્સ ક્લબ હિંમતનગર ખાતે યોગ સમર કેમ્પ યોજાયો*
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા ૨૧મી જૂન, ૨૦૨૩ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૨૧/૦૫/૨૦૨૩ થી તા.૩૦/૦૫/૨૦૨૩ સુધી બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હિંમતનગર ખાતે ધ ગેલેક્સી ઓફ સ્પોર્ટ્સ ક્લબમાં સમર કેમ્પ ચાલી રહ્યો છે.
બાળકોમાં યોગ પરત્વે જાગૃતતા વધે, બાળકોમાં શારીરિક માનસિક ક્ષમતામાં વધારો થાય અને યોગ બાળકોના જીવનનો હિસ્સો બને તેવા ઉમદા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ યોગની તાલિમ મેળવી રહ્યા છે.
૦૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.