મોટીરાઠ ગામે પ્રસંગમાં બોલવા બાબતે થયેલા ઝઘડામાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના આવેલ મોટીરાઠ ગામે પ્રસંગ બોલાવવા બાબતે થયેલા ઝઘડામાં ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.પ્રાપ્ત વિગત અનુસાર અને ફરીયાદી દ્રારા નોધવામાં આવેલ ફરીયાદ મુજબ તેઓ જ્યારે પોતાના ઘરે હતા ત્યારે શનાભાઈ,રાજુભાઈ,રાજુભાઈ અને શંકરભાઈ તેમના ઘરે આવ્યા હતા અને પ્રસંગમાં ન બોલવા બાબતે ફરીયાદીના પતિને ગાળો બોલતા હતા તે સમય દરમિયાન ફરીયાદી પણ આવ્યા હતા.ત્યારે સામન્ય બાબતને લઈને ઉશ્કેરાઈ જતા પથ્થર માર્યા હતા ત્યારે ફરીયાદીના પતિને પથ્થર વાગતા ઇજાગ્રસ્ત થયા હતા.ત્યારે આ સમગ્ર બનાવને લઈને ફરીયાદી બહેન દ્રારા ડીટવાસ પોલીસ મથક ખાતે ફરિયાદ નોધવામાં આવી હતી.પોલીસે આ બાબતે ગુનો નોધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.