લુણાવાડા-દીવડા રોડ ઉપર કેનાલ માં નશામાં ધૂત રીક્ષા ચાલક ની બેફીકરાઈથી રીક્ષા કેનાલ માં પડી. - At This Time

લુણાવાડા-દીવડા રોડ ઉપર કેનાલ માં નશામાં ધૂત રીક્ષા ચાલક ની બેફીકરાઈથી રીક્ષા કેનાલ માં પડી.


મુસાફરોનો આબાદ બચાવ.લુણાવાડા દિવડા કોલોની રોડ પરથી રીક્ષા માં કડાણા તાલુકાના કેળામુળ ગામની વયકતિઓ બેસીને પોતાના ધરે તરફ જ ઈ રહેલ તેવામાં આ રીક્ષાચાલક નશામાં ધૂત હોઈ રીક્ષા પર નો કાબુ ગુમાવતા ને રીક્ષા રોગ સાઇડ પર ચલાવતા રિક્ષા સંધરી કેનાલ માં મુસાફરો સહિત ખાબકેલી.આરીક્ષાચાલક ધટના સ્થળે થી ફરાર થઈ ગયેલ.
કડાણા તાલુકાના સંઘરી કેનાલમાં સવારે 11 વાગ્યે લુણાવાડા તરફથી મુસાફરો ભરીને આવતી રીક્ષા ફિલ્મી ઢબે મુખ્ય રસ્તો છોડી રોન્ગ સાઈડમાં આવેલ કેનાલમાં ખાબકી હતી અંદર સવાર મુસાફરો કઈ સમજે તે પેહલા જ રીક્ષા સહીત રિક્ષા માં બેઠેલા મુસાફરો કેનાલમાં ખાબકેલા હતા. જયારે નશામાં ધૂત રીક્ષા ચાલક મુસાફરોને છોડી બાજુના ખેતરમાં સંતાઈ ને ભાગી ગયો હતો સદ નશીબે કેનાલ માં પડેલ મુસાફરો ની ચીસાચીસ થી કેનાલ ખેડુતો ને નજીક ના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક કેનાલમાં ઉતરી ને મુસાફરોને બચાવી લીધા હતા આ ઘટનાની જાણ થતાં આસપાસના ગામલોકો દોડી આવ્યા હતા આ ઘટનાની જાણ કડાણા પોલીસ ને કરાતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી રિક્ષામાં સવાર લોકો ને પૂછતાં કડાણા તાલુકાના કેળામૂળ ગામના હોવાનું જણાવ્યું હતું જયારે આ બાબતે પોલીસે રીક્ષા ચાલક અંગે પુછતાછ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે રીક્ષા ચાલક નશામાં ધૂત હોવા છતાં મુસાફરો દ્રારા આવી જોખમી મુસાફેરી ખેડી અકસ્માત ને નોતાર્યું હતું પરંતુ ગામલોકો દ્રારા તાત્કાલિક મુસાફરોને કેનાલમાંથી બહાર કાઢતા સદનશીબે કોઈ જાનહાની થઈ ન હતી.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.