રાજકોટમાં વિકૃત શખ્સે ગાય સાથે ખરાબ કૃત્ય કરીને હવસ સંતોષી!
રાજકોટમાં ગઇકાલે બપોરે કેસરી પુલ નીચે ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રહેલા શખ્સને પશુપાલકોએ રંગે હાથ ઝડપી લીધો હતો.પાપનો ભાંડો ફૂટતાં નરાધમ દોડીને પોતાના ઘરમાં જઇ દરવાજો અંદરથી બંધ કરી પૂરાઇ ગયો હતો.જોકે સ્થાનિકોએ આરોપીને પકડી પોલીસ હવાલે કર્યો હતો.પોલીસે નરાધમને કાયદાનું ભાન કરાવ્યું હતું.
વધુ વિગતો મુજબ,શહેરમાં જૂની કલેક્ટર કચેરી પાછળ નરસંગપરામાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં કાળુભાઇ દામજીભાઇ મજેઠિયા (ઉ.વ.25) બપોરે એકાદ વાગ્યે ગાય સહિતના તેના પશુઓને કેસરી પુલ નીચે ચરવા લઇને ગયા હતા અને પશુઓને ઘાસચારો અને પાણી આપી પોતે થોડે દૂર બેઠા હતા.
એ દરમિયાન બપોરે દોઢેક વાગ્યાના અરસામાં નરસંગપરાનો લાલો રમણીક વાળા (ઉ.વ.24) ગાય જ્યાં બેઠી હતી ત્યાં પહોંચ્યો હતો અને થોડા આંટા ફેરા કર્યા આજે આજુ બાજુમાં કોઈ દેખાતું નહીં હોવાનું જાણી બાદમાં ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા લાગ્યો હતો.નરાધમ લાલો વાળા ગાય સાથે દુષ્કૃત્ય આચરી રહ્યો હતો ત્યારે ત્યાંથી હમીરભાઇ ચારોલિયા પસાર થતાં તેમની નજર લાલા પર પડી હતી અને હમીરભાઇએ પશુપાલક કાળુભાઇને જાણ કરી હતી અને અન્ય પશુપાલકો પણ એકઠા થઇ ગયા હતા.
ગાય સાથે કુકર્મ કરી રહેલા લાલાના કૃત્યનું મોબાઇલથી વીડિયો ઉતારી તેની વિરુદ્ધ પુરાવા એકઠા કરી બાદ પશુ પાલકોનું ટોળું લાલાને પકડવા દોડ્યું હતું.પાપનો ભાંડો ફૂટી ગયાનો અહેસાસ થતાં લાલો ત્યાંથી નાસીને પોતાના ઘરમાં જઇ રૂમમાં પૂરાઇ ગયો હતો. બીજીબાજુ આ અંગેની જાણ કરાતા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઇ હતી અને પોલીસે લાલા વાળાને તેના ઘરમાંથી ઝડપી લઈ સૃષ્ટિવિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.