સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૧,૧૩,૩૮૧ મતદારો નોંધાયા*
*સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૧,૧૩,૩૮૧ મતદારો નોંધાયા*
*******
*નવીન ૬૧૦૭ મતદારો નોંધાયા*
*******
ભારતના ચૂંટણીપંચની સુચના મુજબ તા. ૦૧ એપ્રિલ ૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૦૫ એપ્રિલ ૨૦૨૩થી તા.૨૩ એપ્રિલ ૨૦૨૩ સુધી સ્વીકારવામાં આવેલ હકક દાવા વાંધા અરજીઓની તૈયાર થયેલ સંકલિત આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ તા.૧૫,૦૫.૨૦૨૩ના રોજ ચૂંટણી પંચે નિયત કરેલ સ્થળોએ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ ૨૭-હિંમતનગર વિ.મ.વિ.માં.-૨૮૦૪૦૩, ૨૮-ઇડર વિ.મ.વિ.માં.-૨૮૮૪૪૦, ૨૯-ખેડબ્રહમા વિ.મ.વિ.માં-૨૮૪૮૧૯ અને ૩૩-પ્રાંતિજ વિ.મ.વિ.માં.- ૨૫૯૭૧૯ મળી કુલ-૧૧૧૩૩૮૧ નોંધાયેલ છે. (જેમાં નવીન ૬૧૦૭ મતદારો નોંધાયેલ છે.) આ મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન સાબરકાંઠા જિલ્લામાં ૧૮-૧૯ વર્ષની વય જૂથના ૩૬૩૪ મતદારો નોંધાયેલ છે. જેથી નવીન પ્રસિધ્ધિ થયેલ મતદારયાદી મુજબ સાબરકાંઠા જિલ્લામાં ૫૬૯૬૨૨-પુરૂષ મતદારો, ૫૪૩૭૨૭-સ્ત્રી મતદારો અને ૩૨-ત્રીજી જાતિના મતદારો મળીને કુલઃ૧૧૧૩૩૮૧ મતદારો મતદારયાદીમાં નોંધાયેલ છે.
તેમજ નવીન ઈ.પી.રેશીયો-૬૪.૯૫%, નવીન જેન્ડર રેશીયો-૯પપ થયેલ છે. નવીન પ્રસિઘ્ધિ થયેલ મતદારયાદી ચૂંટણીપંચે નિયત કરેલ સ્થળોએ જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી છે. નવીન પ્રસિધ્ધ થયેલ મતદારયાદી https://ceo.gujarat.gov.in વેબ સાઈટ પર પણ જોઈ શકાશે એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
000000000000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.