જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભારતીય સંરક્ષણ દળોમાં જોડાવવા માટે આર્મી ભરતી પૂર્વે ૩૦દિવસની “ની:શુલ્ક નિવાસી તાલીમ” વર્ગનું આયોજન
*જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભારતીય સંરક્ષણ દળોમાં જોડાવવા માટે આર્મી ભરતી પૂર્વે ૩૦દિવસની “ની:શુલ્ક નિવાસી તાલીમ” વર્ગનું આયોજન .*
……………………………………………
સાબરકાંઠા જિલ્લાના યુવાનો આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરીદળો/પેરામિલેટ્રીફોર્સ તથા પોલીસફોર્સ વગેરેમાં જોડાવવા ઉમેદવારોને ભરતીપૂર્વ શારીરિક તેમજ માનસિક ક્ષમતાની ધનિષ્ઠ 30-દિવસ ની નિવાસી તાલીમ "વિનામૂલ્યે" આપવા માટેના વર્ગ શરુ કરવામાં આવશે.
આ નિવાસી તાલીમમાં ધો-૧૦માં ઓછામાં ઓછા ૪૫% ગુણ તથા ધો.૧૨માં ઓછા માં ઓછા ૫૦% સાથે પાસ ઉમેદવારો ને તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં ૧૭-૧/૨ થી ૨૧ વર્ષ સુધીના ઉમેદવારો ને તાલીમ આપવામાં આવશે. આ નિવાસી તાલીમ નો સમયગાળો દિન-30નો રહેશે, તાલીમના સ્થળે રહેવા જમવા ની સગવડ "વિનામુલ્યે" પૂરી પાડવામાં આવશે. આ નિવાસી તાલીમ માં ઉમેદવારે 30-દિવસ દરમિયાન તાલીમ સ્થળે ફરજીયાત રોકાણ કરીને તાલીમ મેળવવાની રહેશે. આ તાલીમ માં સામાન્ય રીતે શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ વજન તથા છાતી તથા શારીરિક કસોટીઓ જેવીક દોડ,લાંબો કુદકો, પુલઅપસ વગેરેની શારીરિક ક્ષમતાની તાલીમ તથા અંગ્રેજી ગણિત વિજ્ઞાન તથા સામાન્ય જ્ઞાન ની ભરતીને અનુરૂપ ફીજીકલ મેન્ટલી તાલીમ આપવામાં આવશે. તાલીમના સમયગાળા દરમિયાન આ નિવાસી તાલીમ લેનાર ઉમેદવારને નિયમાનુસાર સ્ટાઇપેડ ચૂકવામાં આવશે.
સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ લેવાની ઈચ્છા ધરાવતા પુરુષ ઉમેદવારોએ તારીખ ૦૨/૦૬ /૨૦૨૩ સુધી તાલીમ મેળવવા બે પાસપોર્ટ સાઈઝના ફોટા,આધારકાર્ડની ઝેરોક્ષ,બેંક પાસબુકાની નકલ,ડોમીસાઈલ સર્ટીની ઝેરોક્ષ,તેમજ શૈક્ષણિક લાયકાતની નકલો સહીત જિલ્લા રોજગાર વિનિમય કચેરી,હિંમતનગર અથવા નગર રોજગાર કચેરી,ખેડબ્રહ્મા ખાતે રૂબરૂમાં સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી સાબરકાંઠા હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
000000000000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.