વિસાવદર મામલતદાર કચેરી ખાતે ભૂખ્યા તરસ્યા હેરાન થતા અબોલ પશુઓ.
વિસાવદર મામલતદાર કચેરી ખાતે ભૂખ્યા તરસ્યા હેરાન થતા અબોલ પશુઓ
વિસાવદર ખાતે મામલતદાર કચેરી તેમજ તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે આજે ગૌચર હટાવવા બાબત માલધારીઓ પશુ સાથે આવ્યા હતા. જેઓની પોલીસ અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયેલ. જયારે આ અબોલ પશુ હાલ ભૂખ્યા તરસ્યા મામલતદાર કચેરી સામે ઉભા છે.
ગૌમાતાને બચાવવાની વાતો કરતા આ લોકોને આ બળબળતા તાપમા ગૌમાતા દુઃખી થાય છે. તેની જરા પણ દયા ભાવના નથી.
ખરેખર માનવીના હ્રદયને હસમચાવી મૂકે તેવા દ્રશ્ય અહીં મામલતદાર કચેરી ખાતે જોવા મળેલ છે.
તત્કાલ આ પશ્નનુ નિરાકરણ લાવી આ અબોલ પશુ પર દયા લાવે તેવી લોક માંગણી ઉઠી રહી છે. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.