જુનાગઢ જિલ્લાના માંગરોળ મુકામે મુક્તાનંદ બાપુના 65 માં પ્રાગટ્ય દિવસ નિમિતે માનવ કલ્યાણ અને પર્યાવરણ સુરક્ષા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા. - At This Time

જુનાગઢ જિલ્લાના માંગરોળ મુકામે મુક્તાનંદ બાપુના 65 માં પ્રાગટ્ય દિવસ નિમિતે માનવ કલ્યાણ અને પર્યાવરણ સુરક્ષા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.


આજ રોજ તા.17.05.2023,બુધવારના દિવસે જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાપરડાના સંત શિરોમણી આદરણીય શ્રી મુક્તાનંદજીબાપુના 65 માં પ્રાગટ્ય દિવસ નિમિતે મુરલીધર વાડી માંગરોળ ખાતે સવારે 8:00 થી 12:00 સુધીના સમયગાળામાં શ્રી જીવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌ રક્ષા સેના માંગરોળ દ્વારા માનવ કલ્યાણ અને પ્રકૃતિ-પર્યાવરણ સુરક્ષા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બ્લડ ડોનેશન કેમ્પ,ગાયત્રી યજ્ઞ,ચક્ષુદાન-દેહદાન સંકલ્પ પત્ર,રોપા વિતરણ તેમજ ચકલીના માળા વિતરણ વગેરેનો સમાવેશ થાય છે.

આજના આ કાર્યક્રમમાં માંગરોળના ગાયત્રી પરિવાર દ્વારા પર્યાવરણની શુધ્ધી અર્થે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો.હાલ ચાલી રહેલ ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી હોવા છતાં રક્તદાતાઓએ પોતાનો કિંમતી સમય ફાળવી અને ૧૧૮ યુનિટ રકત થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ભેટ આપ્યું હતું.જે રક્તયુનિટનો શ્રી રામ બ્લડ બેંક-પોરબંદર દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો હતો.
મૃત્યુબાદ આ નાશવંત શરીરના અંગો જરુરિયાતમંદને ઉપયોગી થાય એ માટે થતા ચક્ષુદાન,અંગદાન અને દેહદાન જાગૃતિ અંગે કાર્ય કરતી શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર-આરેણાની ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.જેના માધ્યમથી આજે 9 વ્યક્તિઓએ ચક્ષુદાન અને 1 વ્યક્તિએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો.
આજના આ કાર્યક્રમમાં સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ દ્વારા 200 ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.પર્યાવરણ અને પ્રકૃતિ રક્ષા અર્થે આ ટીમ ખુબ જ સારું કાર્ય કરી રહી છે.
આ ઉપરાંત 100 જેટલા અલગ અલગ જાતિના વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જે એક પર્યાવરણ જાગૃતિ અંગેનું એક સુંદર કાર્ય આજના દિને કરવામાં આવ્યું હતું.
પૂજ્ય મુક્તાનંદબાપુના પ્રાગટ્ય દિન નિમિતે માંગરોળ તાલુકામાં કાર્યરત જુદી જુદી સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ ટીમો દ્વારા સુંદર આયોજન કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આજના આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા તેમજ આજુબાજુના આગેવાનો ઉપસ્થિત રહી સેવાકીય પ્રવૃતિ કરતા લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આજના આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઉપસ્થિત સાધુ-સંતો,આગેવાનો,માનવ તેમજ પ્રકૃતિ અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ કાર્યકરો,આજુબાજુની ગૌશાળામાં કાર્યરત ગૌ સેવાના ભેખધારી એવા ગૌસેવકો,રક્તદાતાઓ,શ્રી રામ બ્લડ બેંક- પોરબંદરની ટીમ,માંગરોળ તાલુકાના પત્રકાર મિત્રો,આયોજકોનો આ તકે ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ.ઈશ્વર આપને આવા સેવાકીય કાર્યો કરવામાં ખુબ જ ઉર્જા અને પ્રેરકબળ આપે તેમજ આપ નિરોગી અને તંદુરસ્ત જીવન જીવો એવી શુભકામનાઓ પાઠવીએ છીએ.

સંકલન નાથાભાઇ નંદાણીયા
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.