દામનગર નગરપાલિકા ના પૂર્વ કર્મચારી દંપતી નગર સેવિકા સામે લેન્ડ ગ્રેબિગ એક્ટ ૨૦૨૦ હેઠળ કાર્યવાહી દબાણ દૂર કરવાનો નિર્ણય
દામનગર શહેર માં નગરપાલિકા ના પૂર્વ કર્મચારી દંપતી પૂર્વ નગર સેવિકા એ હોદ્દા પદ નો દૂરઉપીયોગ કરી પુરબીયા શેરી માં જાહેર રસ્તા ની જમીન ઉપર ગેરકાયદેસર મકાન બનાવી લેતા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ લેન્ડ ગ્રેબિગ હેઠળ ગત તા.૨૧/૦૭/૨૨ ના રોજ ઓન લાઈન અરજ નં ૪૧૩૦૩૨૨૦૦૦૬૪૬૪ થી ફરિયાદ કરાય હતી જેના સંદર્ભ માં ગત તા.૧૯/૦૪/૨૩ ના રોજ અમરેલી જિલ્લા કક્ષા એ બેઠક માં જિલ્લા કક્ષા ની કમિટી એ દબાણદાર દંપતી દામનગર નગરપાલિકા ના પૂર્વ નિવૃત કર્મચારી અને નગર સેવિકા દ્વારા પુરબીયા શેરી માં જાહેર રસ્તા ઉપર ના દબાણ અંગે પાલિકા અધિનિયમ ની જોગવાઈ હેઠળ દબાણ દૂર કરવા નો નિર્ણય કર્યો હતો દામનગર નગરપાલિકા દ્વારા રજૂ કરાયેલ અહેવાલો અને અરજદાર ની ઓન લાઈન અરજ થી જાહેર રસ્તા ની જમીન ઉપર ૨.૬૬ મીટર જેટલું દબાણ કરાયેલ હોવા નું ફલિત થતા જિલ્લા કક્ષાએ એ મળેલી આ બેઠક માં ગુજરાત લેન્ડ ગ્રેબીગ હેઠળ ની અરજ નો તા ૧૯/૦૪/૨૩ નં ચિ/જમન/૨/લેન્ડ ગ્રેબીગ/ વશી/૬૪૬૪/૨૦૩૩ તા.૦૮/૦૫/૨૩ ના પત્ર થી પોલીસ અધિક્ષક શ્રી અમરેલી તેમજ નાયબ કલેકટર શ્રી પ્રાંત કચેરી લાઠી ને ઠરાવેલ નિર્ણય થી જિલ્લા કલેકટર શ્રી અમરેલી ના પત્ર થી અવગત કરાયા છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.