માળીયા હાટીના બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા આયોજીત સમર કેમ્પમાં 75 થી વધુ બાળકોએ ભાગ લીધો
માળીયા હાટીના બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા બાળકો માટે સમર કેમ્પનું 2 દિવસે આ કાર્યક્રમ શરૂઆત માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા સહિતના મહાનુભવોને મહાનુભવોને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું.
બ્રહ્માકુમારી દિવ્ય પ્રાપ્તિ સેન્ટર ખાતે બે દિવસ માટે ૧૦ થી ૧૬ વર્ષના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બ્રહ્માકુમારી બહેનો દ્વારા ઘણાં બાળકો વેકેશન દરમિયાન પોતાનો સમય મોબાઈલ અને અન્ય બિનજરૂરી પ્રવૃતિઓમાં વેડફતા હોય છે પરંતુ બાળકોને સારી પ્રવૃત્તિ ઓ મળી રહે અને વર્તમાન સમય સ્પધાત્મક યુગમાં વિધાર્થીઓમાં યોગ, રમત ગમત, હાસ્ય, કલા, શક્તિ, એકાગ્રતા, અને સદગુણોનો વિકાસ થાય એ હેતુથી બ્રહ્માકુમારીના માર્ગદર્શન દ્વારા ' બે દિવસ બાલ વ્યક્તિત્વ વિકાસ શિબીર, અયોજન કરવામાં આવ્યું છે . છેલ્લા દિવસે બાળકોએ કલર પેપર કાગળ માંથી વિવિધ વસ્તુઓ બનાવી હતી અંતમાં બાળકોએ પોતાના જન્મદિવસે પોતાના માં બાપ પાસે વ્યસન છોળાવવાની યોગ કરવાની પ્રેઝન્ટ માંગી જન્મ દિવસ ઉજવવાની નેમ લીધી હતી તેવું વક્તવ્ય દ્વારા જણાવ્યું હતું
અંતમાં બ્રહ્માકુમારી મિતાબેન તેમજ જીતુભાઇ સીસોદીયા અને રાજેશભાઇ ભાલોડિયાના વરદ હસ્તે બાળકોને મોમેન્ટ તેમજ ભોગ આપી પ્રોત્સાહિત કર્યા હતા
આ સમર કેમ્પ ને સફળ બનાવવા બ્રહ્માકુમારી મિતાબેન, જલ્પાબેન,દક્ષા બેન, હીનાબેન સહિતના બહેનોએ ભારી જહેમત ઉઠાવી
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.