મનપાના ફૂડ વિભાગે 4 સ્થળેથી છાશ સહિતના અખાદ્ય જથ્થાનો નાશ કર્યો
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના મંગળા મેઈન રોડ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા 20 ધંધાર્થીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને 4 જગ્યાથી નમૂના લેવામાં આવ્યા હતા. ઉપરાંત એક વેપારીને ત્યાંથી 24 લિટર છાશનો જથ્થો નાશ કર્યો હતો. ફૂડ વિભાગની ફૂડ એન્ડ સેફટી ઓન વ્હિલ્સ વાન સાથે શુક્રવારે મંગળા મેઈન રોડ વિસ્તારમાં વેપારીઓને ત્યા ત્રાટકી હતી. આ દરમિયાન મનહર પ્લોટ 11 કોર્નર ખાતે આવેલા અનુગ્રહ હેલ્થ સેન્ટરની તપાસ કરતા પેઢીને ત્યાંથી ન્યુટ્રિશન ફૂડ સપ્લિમેન્ટના 3 નમૂના લેવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.