આગામી ૧૫ મે થી સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના અને પાણીના ટાંકા બનાવવા માટે અરજી કરી શકાશે* - At This Time

આગામી ૧૫ મે થી સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના અને પાણીના ટાંકા બનાવવા માટે અરજી કરી શકાશે*


*આગામી ૧૫ મે થી સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના અને પાણીના ટાંકા બનાવવા માટે અરજી કરી શકાશે*
**************
ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ મંગાવવામા આવી છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની પાણીના ટાંકા બનાવવા સહાય અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૧૫ મે ૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.
વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના તમામ ખેડુતોને આ ઘટકોમાં સહાય મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવી.પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ સબંધિત કચેરીએ મોકલવાના રહેશે.
વધુમાં અન્ય ખેતીવાડીની સહાયકારી યોજનાઓના ઘટકો માટે સમયાંતરે સરકારશ્રીમાંથી વહીવટી મંજૂરી મળ્યેથી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે પોર્ટલ ખોલવામાં આવશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.એમ ખેતીવાડી વિભાગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
**************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.