હિમતનગર સહીત ઉત્તર ગુજરાતના ફોટોગ્રાફરોને ફોટોગ્રાફીને લગતી કેમેરા લેન્સ અને કીટ માટે અમદાવાદ સુધી લાંબા થવું - At This Time

હિમતનગર સહીત ઉત્તર ગુજરાતના ફોટોગ્રાફરોને ફોટોગ્રાફીને લગતી કેમેરા લેન્સ અને કીટ માટે અમદાવાદ સુધી લાંબા થવું


હિમતનગર સહીત ઉત્તર ગુજરાતના ફોટોગ્રાફરોને ફોટોગ્રાફીને લગતી કેમેરા લેન્સ અને કીટ માટે અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું અને જયારે પણ કંપની કોઈ નવા મોડલ લોન્ચ કરે તો તે પણ જોવા અમદાવાદ જવું પડતું હતું પરંતુ હવે નિકોન કંપની હવે ફોટોગ્રાફરોના ઘર આગણે આવી છે.જેને લઈને ફોટોગ્રાફરોને હવે અમદાવાદ સુધી લાંબા થવું નહિ પડે તે માટેની શરૂઆત બુધવારથી હિમતનગરમાં થઇ છે.
હિમતનગરના સહકારી જીન રોડ પર આવેલ પ્રથમ સ્ક્વેરમાં નટરાજ ડીજીટલ ફોટોશોપ ઉત્તર ગુજરાતનો સૌ પ્પ્રથમ નિકોન એક્સપીરીયન્સ ઝોનને નિકોન ઇન્ડિયા પ્રાઈવેટ કંપનીના MD સજ્જનકુમાર,સીનીયર વાઈસ પ્રેસીડેંટ ઈમેઝીંગ નિકોન ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેડના જીતેન્દ્ર ચુગે રીબીન કાપી પ્રારંભ કર્યો હતો સાથે રીજનલ વેસ્ટ સેલ્સ મેનેજર નીરજ ભાખરે,ગુજરાત ના ડીસ્ટીબ્યુટર સુરેન્દ્ર શાહ અને એરિયા સેલ્સ મેનેજર રવિ શાહ અને રામસિંહ રાજપુરોહિત હાજર રહ્યા હતા.આજનો આ અવસર અને ક્ષણએ ફોટોગ્રાફર માટે સમય અને નાણાનો બચાવ કરશે.તો આ અંગે નિકોન ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેડના MD સજ્જનકુમારે જણાવ્યું હતું કે ફોટોગ્રાફરો માટે એક નવી શરૂઆત અમે ઉત્તર ગુજરાતના હિમતનગરમાં આજથી કરી છે જેમાં ફોટોગ્રાફરોને નિકોન કંપનીના કેમેરા,લેન્સ કે એસેસરીઝ માટે હવે અમદાવાદ જવાની જરૂર નથી જે તેમને ઘર આગણે મળી જશે તો અમદાવાદ જવાનો સમય અને ખર્ચનો હવે બચાવ થશે તો ખાસ આ એક્સપીરીયન્સ ઝોન થી ફોટોગ્રાફરો કંપની પોતાના જે કેમેરા કે લેન્સ આખી લોન્ચ થશે તે તેમને હિમતનગરમાં મળશે એટલું જ નહિ પણ તેને ટચ કરવાનો અનુભવ પણ આ ઝોનમાં મળશે.તો વધુમાં જણાવ્યું હતું કે એક તરફ હિમતનગરમાં નિકોન કંપનીની એક નવી શરૂઆત હિમતનગર માં તો બીજી તરફ આજે જ કંપની ધ્વારા ફોટોગ્રાફરો માટે એક નવીન એનાઉન્સમેન્ટ પણ થવાનું છે.આ એક્સપીરીયન્સ ઝોનના પ્રારંભે હિમતનગર ફોટોગ્રાફરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.