પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં સથવારે પાકાં ઘરનું સ્વપ્ન થયું સાકાર અનેક પરિવારોને મળ્યો આશરો, સરકારશ્રીનો માની રહ્યાં છે આભાર - At This Time

પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં સથવારે પાકાં ઘરનું સ્વપ્ન થયું સાકાર અનેક પરિવારોને મળ્યો આશરો, સરકારશ્રીનો માની રહ્યાં છે આભાર


પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં સથવારે પાકાં ઘરનું સ્વપ્ન થયું સાકાર અનેક પરિવારોને મળ્યો આશરો, સરકારશ્રીનો માની રહ્યાં છે આભાર

પાકા આવાસ સાથે અમારો સરકાર પ્રત્યેનો વિશ્વાસ પણ પાકો થયો : પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થી પાકાં આવાસ સાથે અમારો સરકારશ્રી પ્રત્યેનો વિશ્વાસ પણ પાકો થયો છે, અત્યાર સુધી તો અમે કાચાં મકાનમાં રહીને જીવન પસાર કરતાં હતાં. અમારું પણ ઘર પાકું અને મજબૂત હોય તેવો વિચાર તો આવતો પરંતુ આર્થિક સ્થિતિને કારણે એ વિચાર સ્વપ્ન જ બની રહ્યો હતો, પણ હવે સરકારશ્રીએ અમારા સ્વપ્નને સાકાર કરી અમારો આશરો પાકો કર્યો છે. તે બદલ હું સરકારનો હ્રદયપૂર્વક આભારી છું આ શબ્દો છે બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાનાં ખસ ગામના વતની નરેન્દ્રસિંહ ચાવડાના પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક પરિવારોને પાકું ઘર મળતાં તેમનું જીવન બદલાયું છે. નરેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, અમે પરિવારમાં ૬ સભ્યો છીએ અને હું ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. અમારા ગ્રામ સેવક બાબુભાઈ મેર દ્વારા અમને આવાસ યોજનાની માહિતી મળી. અમારે પહેલાં કાચું મકાન હતું, ત્યારે ચોમાસામાં ખૂબ તકલીફ થતી, એક દિવાલ તો નમી ગયેલી હોવાથી ગમે ત્યારે પડી જાય તેમ હતી જેથી અમને સતત ડર રહેતો હવે પાકું મકાન બની જતા અમે શાંતિપૂર્વક રહી શકીશું. જે બદલ સરકારનો ખૂબ આભાર મહત્વનું છે કે, લાભાર્થી નરેન્દ્રસિંહ ચાવડાના મકાનનું બાંધકામ માત્ર ૩ માસમાં પૂર્ણ થવા આવ્યું છે, હવે ૧૦ દિવસમાં તો તેઓનું ઘર એકદમ તૈયાર થઈ જશે. નરેન્દ્ર સિંહને પ્રધામંત્રીશ્રી આવાસ યોજના અંતર્ગત રૂ. ૧,૨૦,૦૦૦ ઉપરાંત ૬ માસની સમય મર્યાદા પૂર્વે કામ પૂર્ણ થતાં રૂ. ૨૦,૦૦૦ પ્રોત્સાહન રૂપે, બાથરૂમ બાંધકામ સહાય રૂ. ૫,૦૦૦, શૌચાલય બાંધકામ સહાય રૂ. ૧૨,૦૦૦ તેમજ મનરેગા અંતર્ગત મજૂરીકામના રૂ. ૨૧,૫૦૦ની સહાય મળશે ઘર વિહોણા તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ પુરું પાડવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ધારને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત સતત ચરિતાર્થ કરી રહી છે. સરકાર લોકપયોગી યોજનાઓની ટેકણલાકડી થકી આજે અનેક જરૂરિયાતમંદ પરિવારો પોતાના સપના સાકાર કરી રહ્યા છે.

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.