બાલાસિનોર તાલુકા પંચાયતમાં બાબુઓ ગેરહાજર,તાલુકા પંચાયતના કર્મચારીઓ મનમાની સામે આવી.
બાલાસિનોરબાલાસિનોર તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓની મનમાની ફરિયાદોના પગલે ની ટીમ ૧૧ ના ટકોરે રિયાલિટી ચેક કર્યું હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી, કાર્યપાલક ઇજનેર,મિશન મંગલમ શાખાના
અધિકાર,આઈ.સી.ડી.એસ શાખા અધિકારી,સમાજ કલ્યાણ શાખા સહિત અનેક બાબુઓ ગેર હાજર જોવા મળ્યા હતા જ્યારે હાલ ઉનાળાનો સમય ગાળો ચાલતો હોવાથી ખૂબ ગરમીના પગલે અરજદારો તાલુકાના છેવાડાના ગામડાઓમાંથી સવારના સમયે તાલુકા પંચાયતને લગતા કામ કાજ માટે આવી જાય છે ત્યારે તાલુકા પંચાયતના અધેરી નગરી મે ગાંડુ રાજા જેવા વહીવટ થતો હોવાના પગલે અરજદારો ત્રસ્ત થઈ ગયા છે.
કાર્યપાલક ઇજનેર : ૧૧:૩૦ સુધી ગેરહાજર
આઈ.સી.ડી. એસ.શાખા : ૧૧:૧૫ સુધી ગેર હાજર મિશન મંગલમ અધિકારી : ૧૧:૩૦ સુધી ગેર હાજર સમાજ કલ્યાણ શાખા. : ૧૧:૩૦ કલાકે તાળું જોવા મળ્યું
ડી.આર.ડી શાખા. : ૧૧:૩૦ કલાક સુધી અધૂરા કર્મચારીઓ.
કાર્ય પાલક ઇજનેર કહ્યું સ્ટાફ ફિલ્ડમાં છે રિયાલિટી ચેક બાબતે કાર્યપાલક ઇજનેર આકાશ શાહ સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે હું ગાંધીનગર ખાતે મિટિંગમાં છુ અમારા બે એસ. ઓ સુજલામ સુફલામ્ કેનાલના માપ લેવા ગયેલ છે સિનિયર ક્લાર્ક લુણાવાડા છે પટાવાળાએ ઓફિસ ખોલી બાથરૂમ જવા કદાચ ગયા હશે.9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.