માનસિક વિભાગ, જનરલ હોસ્પિટલ, બોટાદ તથા સ્માઇલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શહેરની દીવાલો સામાજિક સંદેશા આપતા માહિતીસભર ચિત્રો વડે સુસજ્જ કરાઈ - At This Time

માનસિક વિભાગ, જનરલ હોસ્પિટલ, બોટાદ તથા સ્માઇલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શહેરની દીવાલો સામાજિક સંદેશા આપતા માહિતીસભર ચિત્રો વડે સુસજ્જ કરાઈ


માનસિક વિભાગ, જનરલ હોસ્પિટલ, બોટાદ તથા સ્માઇલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શહેરની દીવાલો સામાજિક સંદેશા આપતા માહિતીસભર ચિત્રો વડે સુસજ્જ કરાઈ

બોટાદ શહેરના અંડરબ્રિજ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોની દીવાલો પર માનસિક વિભાગ, જનરલ હોસ્પિટલ, બોટાદ દ્વારા સ્માઇલ ફાઉન્ડેશનનાં સૌજન્યથી “સ્વસ્થ મોં, સ્વસ્થ મન, સ્વસ્થ શરીર”, “મન તંદુરસ્ત તો જીવન તંદુરસ્ત”, “ડિપ્રેશનના લક્ષણો અને ઉપચારો”, “આવો સૌ સાથે મળી વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરીએ- વ્યસનથી થતાં શારીરિક અને માનસિક નુકસાનને અટકાવીએ” સહિતનાં વાક્યો અને વિષયોને આવરતા ચિત્રો કંડારવામાં આવ્યા છે. મહત્વના રસ્તાઓની દીવાલો પર દોરવામાં આવેલા આ ચિત્રો થકી સામાજિક સંદેશાઓ આપીને રસ્તાઓ પરથી પસાર થતા લોકોને જાગૃત કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો પણ આ કાર્યની સરાહના કરી રહ્યા છે

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.