ધારાપુર થી ગુણેલી તરફ જતા રોડ પર મસ મોટો ભૂવો પાડ્યો
શહેરા તાલુકાના ધારાપુર ગામે આવેલ દસમા કોતર નજીક આવેલ નાળા પર ચોમાસુ દરમિયાન ભૂવો પડ્યો હતો અંદાજિત સાતેક માસ ઉપરાંત ના દિવસો વીતી ગયા છતાંય તંત્રની આંખ આડે કાન જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ધારાપુર થી ગુણેલી કોઠબા તરફ જતા રાહદારીઓ જિંદગીની જોખમે પસાર થઇ રહ્યા છે આ રોડ પર કેટલાય સમયથી મસ મોટો ભૂવો રોડ પર નજરે પડી રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી સમારકામ માં નિષ્ફળ બની રહી છે જોઆ માર્ગ વિભાગની બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે રોડ પરના ભુવાના કારણે જાગૃત નાગરિક દ્વારા કાંટા પણ મૂક્યા છે જે કોઈ વાહન ચાલક પડી જાય તો મોટે પાયે મોટું નુકશાન પહોંચી શકે છે રોડ વિભાગની બેદરકારી ને કારણે હજુ સુધી કોઈ સાવચેતી ના ભાગ રૂપે કોઈ પણ પ્રકારનું ચિન્હ મૂકવામાં પણ નથી આવ્યું રોડ વિભાગની બેદરકારીના કારણે નિર્દોષો ભોગ બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના બને તેની તંત્ર રાહ જોઇ રહી હોય તેવું આના પરથી લાગી રહ્યું છે
રિપોર્ટર વિનોદ પગી શહેરા
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.