શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા G.M.E.R.S સિવિલ હોસ્પિટલ & મેડિકલ કોલેજ-પોરબંદરને 16 વ્યક્તિના દેહદાન સંકલ્પપત્ર અર્પણ
📝 શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા G.M.E.R.S સિવિલ હોસ્પિટલ & મેડિકલ કોલેજ-પોરબંદરને 16 વ્યક્તિના દેહદાન સંકલ્પપત્ર અર્પણ 📝
આજે શિવમ્ ચક્ષુદાન આરેણા ટીમ દ્વારા તા.૦૪.૦૫.૨૦૨૩,ગુરુવારના રોજ G.M.E.R.S. સિવિલ હોસ્પિટલ & મેડિકલ કોલેજ-પોરબંદરના ડીન એવા ડૉ.સુશીલકુમાર અને પ્રાધ્યાપક તથા દેહદાન વિભાગ સંભાળતા ડૉ.મયંક જાવિયાસાહેબને 16 વ્યક્તિઓના દેહદાનના સંકલ્પપત્ર અર્પણ કરવામાં આવ્યાં છે.આ તકે પોરબંદર નેચર ક્લબના માધ્યમથી ખુબ જ સુંદર સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ સાજણભાઈ ઓડેદરા અને તેમની ટીમના મોઢા સાહેબ,વૃજલાલ દાવડા સાહેબ તેમજ શ્રી રામ બ્લડ બેંક-પોરબંદરના જયપાલસિંહ જેઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમયે મેડિકલ કોલેજના ડીન ડૉ.સુશીલકુમાર શિવમ્ ચક્ષુદાન-આરેણા તેમજ નેચર ક્લબ-પોરબંદર દ્વારા થતી ચક્ષુદાનની સેવાકીય પ્રવૃતિથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને આ માનવધર્મ કાર્યમાં યોગદાન આપી રહેલ આ બન્ને ટીમને બિરદાવી હતી અને આ પ્રવૃતિ વેગવંતી બને તેમજ ચક્ષુદાન કલેક્શન સરળ બને તે માટે તેમણે મેડિકલ કોલેજ તરફથી જરુરી મદદ માટે સંપૂર્ણ ખાત્રી આપી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે શિવમ્ ચક્ષુદાન-આરેણા દ્વારા અંગદાનના સંકલ્પપત્રો તો ભરાય જ છે પરંતું ઈશ્વર ન કરે પણ દુર્ભાગ્યવશ એમાંના કોઈ વ્યક્તિનું બ્રેઇનડેડ થાય તો એવા વ્યક્તિના અંગદાન માટે તેઓ પુરતા પ્રયત્નશીલ રહેશે.પોરબંદરમાં એરપોર્ટ સેવા કાર્યરત છે જેના દ્વારા ગ્રીનકોરીડોરના માધ્યમથી સમયનો સદ્ ઉપયોગ કરી જરુરિયાતમંદ વ્યક્તિમાં ઓર્ગનનું પ્રત્યારોપણ ખુબ જ ઝડપથી અને સરળતાથી કરી શકાય તે માટે ભવિષ્યમાં આ મેડિકલ કોલેજમાં અંગ કલેક્શનની જરુરી વ્યવસ્થા કરી આપવાની પુરી તૈયારી બતાવી હતી.અને આ કાર્યમાં પોતાનાથી નિયમાનુસાર થતી તમામ મદદની પુરી ખાત્રી આપી હતી.આપને એ જણાવી દઈએ કે અંગદાન માટેના ઓર્ગન જેવા કે કિડની,લિવર,હાર્ટ વગેરેની સર્જરી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં જ થઈ શકે જે બધી હોસ્પિટલમાં શક્ય નથી પરંતું આગામી સમયમાં જો આવા અંગદાન કરવાની જરુરિયાત ઉભી થશે તો તે વ્યવસ્થા મેડિકલ કોલેજ પોરબંદરમાં કરી આપવામાં આવશે તેવી ખાત્રી બતાવી હતી.
આ ઉપરાંત પ્રાધ્યાપક તેમજ દેહદાન વિભાગ સંભાળતા ડૉ.મયંક જાવિયાસાહેબે દેહદાનને લગતી સમગ્ર પ્રક્રિયા તથા દેહદાન અંગેની ગેરસમજ અને માન્યતાઓ અંગે સંપૂર્ણ ખુલાસા કરી અને ખુબ જ સુંદર રીતે બંન્ને ટીમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે સાથે તેમણે માનવ સ્કેલેટોન અને માનવના જુદા જુદા અંગોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવી અને પ્રત્યેક અંગની કાર્યપ્રણાલી અંગે બંન્ને ટીમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.હાલ આ કોલેજના પહેલા વર્ષમાં 99 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
વધુમાં ડૉ.સુશીલકુમાર સાહેબ અને ડૉ.મયંક જાવિયા સાહેબે ઉમેર્યું હતું કે ચક્ષુદાન,દેહદાન અને અંગદાન એ ધર્મનું કાર્ય છે એ માનવધર્મ કાર્યમાં આપ બંન્નેની ટીમ ખુબ જ સારું કાર્ય કરી રહી છે,આગામી સમયમાં આ પ્રવૃતિ વેગવંતી બને તે માટે અમો કાયમી માટે તમારી સાથે રહેશું અને જ્યાં અમારી જરુરિયાત પડશે ત્યાં અમો તમારી સાથે રહેશું તેવી ખાત્રી આપી હતી.
મેડિકલ કોલેજના ડીન ડૉ.સુશીલકુમાર અને પ્રાધ્યાપક ડૉ.મયંક જાવિયા સાહેબે દાન ધર્મના આ કાર્યને વેગ આપવામાં ખુબ જ સાથ અને સહકાર આપ્યો તે બદલ શિવમ્ ચક્ષુદાન-આરેણા તેમજ નેચર ક્લબ-પોરબંદર આપનો આભાર વ્યક્ત કરે છે.આપના પોઝીટીવ પ્રેરણાથી અમને કાર્ય કરવાની નવી ઉર્જા પ્રાપ્ત થશે જે આ માનવ ઉપયોગી પ્રવૃતિને આગામી સમયમાં ખુબ જ વેગ મળશે તેવા શુભ આશય સાથે.......
શિવમ્ ચક્ષુદાન-આરેણા અને નેચર ક્લબ-પોરબંદર ટીમ વતી સાદર પ્રણામ.
સંકલન નાથાભાઇ નંદાણીયા
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.