હરીગરના મુવાડા ગામે લગ્ન પ્રસંગમા ભારે પવનો સાથે વરસાદ ખાબકતા મંડપ ઊડ્યો.મંડપનુ ભારે નુકસાની
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હરીગરના મુવાડા ગામે લગ્ન પ્રસંગમાં કમોસમી વરસાદ વિલન બન્યો હતો. હરીગરના મુવાડા ગામે લગ્ન પ્રસંગમાં વરસાદ ખાબકતા મંડપ ઊડ્યો હતો. ભારે વરસાદના કારણે મંડપ તૂટી પડતાં જાનૈયાઓમાં નાશભાગ મચી હતી. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ કન્યા વિદાય પ્રસંગે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. લુણાવાડા તાલુકાના સેમાંરાના મુવાડા ગામેથી હરિગરના મુવાડા ગામે જાન ગઈ હતી. ઉલ્લેખનિય છે કે, સમગ્ર મંડપ તુટી પડતા મંડપ માલિકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સંતરામપુર તાલુકાના હરીગરના મુવાડા ગામે આજે લગ્ન પ્રસંગમાં વરસાદ વિઘ્ન બન્યો હતો. બપોર બાદ એકાએક ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદ વરસતા લગ્નનો મંડપ ઊડ્યો હતો. એક તરફ કન્યાની વિદાય ચાલી રહી હતી, તેવા સમયે મંડપ ઉડતા જાનૈયાઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મંડપના થાંભલા એકાએક ભોંય પર પડવા લાગ્યા હતા. જોકો આખા બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વરસાદ, વાવાજોડું બંધ થયા બાદ કન્યાની વિદાય કરવામાં આવી હતી.જયારે લગ્ન પ્રસંગમાં મંડપ ઉડતા મંડપમાં પણ ભારે નુકસાનની જોવા મલી હતી
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.