દહેગામ ના ચેખલાપગી માં સાંજે આવેલ સામાન્ય વરસાદમાં વીજલાઇન સળગી ઉઠતાં વીજકર્મચારીને ફોન કરતા પોતે આવવાની સ્પષ્ટ ના પાડી દીધી
દહેગામ ના ચેખલાપગી માં સાંજે પવનના સુસવટા સાથે આવેલ સામાન્ય વરસાદ માં વીજલાઈન સળગી ઉઠતાં ભયાનક આગ ના ભડાકા જોવા મળતા આજુબાજુ રહેતા લોકો ભયભીત થઇ જવા પામ્યા હતા જે બાબતે છાલા ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ પેટા વિભાગ ની કચેરી ખાતે વીજ કર્મચારી ને ફોન કરતા તે પોતે રજા ઉપર છે તેવું બહાનું ધરી દેતા વીજ કર્મચારીઓ પર ગ્રામજનો માં રોષ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી મુજબ દહેગામ ના ચેખલાપગી માં રહેતા રાઠોડ લખાજી બબાજી જેઓ ઇન્દિરાનગર માં રહે છે તેઓના ઘર ની સામે મોટો વીજથાંભલો છે જેમાં આજે એક સામાન્ય વરસાદી વાતાવરણ વચ્ચે બે વીજલાઇન ભેગા થતા મોટો ભડાકો થયો હતો જેથી આજુબાજુ ના લોકો દોડી આવ્યા હતા અને લખાજી બબાજી ની ઘર ની વીજળી ડૂલ થઇ જવા પામી હતી આ બાબતે ગામલોકોએ ઇમરજન્સી છાલા પેટા વિભાગ ની વીજ કચેરી ખાતે વીજ કર્મચારી ને ફોન કરતા વીજ કર્મચારી અરવિંદભાઈએ પોતે રજા ઉપર છે અને ગામના દિનેશભાઇ ને બોલાવી લેજો તેવું બહાનું ધરી દેતા ગ્રામજનો માં રોષ જોવા મળી રહ્યો છે અને કોણ છે આ દિનેશભાઇ જે પોતે વીજલાઈન નું કામ કરી રહ્યો છે સુ તે વાયર મેન ની નોકરી કરી રહ્યા છે કે
વીજ કર્મચારીઓ દિનેશભાઈ પાસે કામ કરાવી રહ્યા છે આ બાબત નો જવાબ કોણ આપશે જે ગામની ભોળી જનતા માંગી રહી છે. , , રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ દહેગામ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.