ગરબાડા અલીરાજપુર નિર્માણાધીન હાઇવેની પુરણની કામગીરી દરમિયાન અગ્રણીઓ દ્વારા કરેલી રજૂઆતને લઈને તંત્ર એકશનમાં.
ગરબાડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી એ પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થળ વિઝીટ કરી.
ગરબાડા દાહોદ અલીરાજપુર હાઇવે ને પહોળો કરીને નવીનીકરણ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ગરબાડા આઝાદ ચોક વિસ્તારમાં રોડ વિભાગ દ્વારા જે પુરણનું કામ કરવામાં આવી રહ્યું છે જેમાં સ્થાનિક લોકોના ઘરોના લેવલ થી પણ ઉપર પુરણ કરવામાં આવી રહી છે જેને લઇને સ્થાનિક લોકો દ્વારા આ પુરણનો વિરોધ કરીને ગરબાડા મામલતાને આવેદનપત્ર આપ્યું હતું જેને લઇને આજે તંત્ર હરકતમાં આવ્યો હતો અને ગરબાડા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ તેમજ પોલીસ ટીમ સાથે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ વિશે સ્થળ વિઝીટ કરી હતી અને સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળી આ બાબતે યોગ્ય નિર્ણય લઈને કામગીરી કરવામાં આવે અને સ્થાનિક લોકોની પડતી મુશ્કેલીઓ નું નિવારણ કરવામાં આવે તે માટે માર્ગ અને મકાન વિભાગને જાણ કરવાની તજવીત હાથ ધરી હતી.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.