સિટી સર્વેની કચેરી ના તાળા ખોલો નહી તો રાજીનામાઓ આપો - At This Time

સિટી સર્વેની કચેરી ના તાળા ખોલો નહી તો રાજીનામાઓ આપો


સિટી સર્વેની કચેરી ના તાળા ખોલો નહી તો રાજીનામાઓ આપોસતાધારીઓ અને વિપક્ષોને ખુલ્લો પડકાર -મુકેશ રીબડીયાલોકો માટે માથાનો દુઃખાવો બની રહી છે આ સમસ્યા કે સરકારે વસ્તીના ધોરણે સિટી સર્વેની કચેરી મંજુર કરેલ છે પરંતુ આ કચેરી ક્યારે ખુલશે તે સમય નક્કી કરેલ નથી ત્યારે વિસાવદર ની એક લાખની વસ્તી ધરાવતા તાલુકાની પ્રજા આ કચેરી ક્યારે ખુલે તેની રાહ જોઈ રહી છે આ કચેરી અઠવાડિયામાં બે દિવસ ખુલતી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કચેરી ખુલવાનો કે બંધ થવાનો ટાઈમ નક્કી હોતો નથી અને તેના કારણે અરજદારો આ કચેરીમાં ધક્કા ખાઈ રહિયા છે ત્યારે આ તાલુકામાં ચૂંટણી સમયે બિલાડીના ટોપની જેમ ઉગી નીકળતા ભાજપ, કોંગ્રેસ અને આપના આગેવાનો આ બાબતે જાણે મૂર્છા અવસ્થામાં ચાલ્યા ગયા હોય એમ લાગે છે.આ મુદ્દાને લઈને કોઈ રજુઆત કરતું નથી આ કચેરીમાં જૂનાગઢથી અપડાઉન કરતા અધિકારી ક્યારે આવે અને ક્યારે જાય તે સમય નક્કી હોતો નથી ત્યારે આ કચેરીમાં આવતા અરજદારો પણ આ વિસ્તારના રાજકારણીઓને જાણે પડકાર ફેંકતા હોય કે હમ નહિ સુધરેગેએવી પરિસ્થિતિ ઉભી થયેલ છે સરકારમાંથી એક રોડ મંજુર થાય ત્યારે બન્ને પક્ષના લોકો કુદકા મારીને અમે રોડ મંજુર કરાવ્યો તેવી વાતોના બણગાં સમાચાર પત્રો અને સોશિયલ મીડિયામાં આપવામાં પાવરધા હોય છે ત્યારે આ બાબતે મૌન કેમ છે શુ વિસાવદર ની આ પિરિસ્થિતથી વાકેફ નહિ હોય તેવું લાગી રહીયું છે ત્યારે પ્રજા પીસાઈ રહી છે વિસાવદર શહેરની વસ્તી આશરે ચાલીસ હજાર જેટલી છે તાલુકાની વસ્તી દોઢ લાખ જેટલી છે ત્યારે અહીં રાજકારણીઓ માત્ર મત માગવા અને પ્રજાને ઝુઠા વચનો આપવાની સારી કામગીરી કરી રહ્યા છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.આ બાબતે તમામ પક્ષના લોકો આગળ આવી આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે તેવું પ્રજા ઈચ્છી રહી છે

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.