ગઢડા તાલુકાના રેખાબેન અને દિનેશભાઈ વઘાસિયા પ્રાકૃતિક કૃષિનાં જનઅભિયાનમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે
ગઢડા તાલુકાના રેખાબેન અને દિનેશભાઈ વઘાસિયા પ્રાકૃતિક કૃષિનાં જનઅભિયાનમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે
આપણા સમાજનો સૌથી મોટો આધાર આપણી કૃષિ વ્યવસ્થા
વાવેતર કર્યા બાદ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા કરવામાં આવતા વિવિધ આયોજનો થકી ખેડૂતોને મળી રહે છે બજાર
આપણું જીવન, આપણું આરોગ્ય, આપણા સમાજનો સૌથી મોટો આધાર આપણી કૃષિ વ્યવસ્થા છે. એવું કહેવાય છે કે “જેવું અન્ન એવું મન”. ભારત તો સ્વભાવ અને સંસ્કૃતિથી કૃષિ આધારિત દેશ જ રહ્યો છે. ગુજરાત સરકારના પરિણામલક્ષી પ્રયાસો અને ખેડૂતોના પુરુષાર્થથી પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ગ્રામીણ સ્તર સુધી પહોંચ્યું છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજતા થયા છે, ગાય આધારિત ખેતી કરીને રસાયણોથી દૂર કુદરતી પાકનું ઉત્પાદન કરીને તે સીધા ગ્રાહકો સુધી પહોંચાડી સારી એવી કમાણી કરતા આવા જ એક ખેડૂત દંપતીની આજે વાત કરવી છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રેખાબેન અને દિનેશભાઈ વઘાસિયા પ્રાકૃતિક કૃષિનાં જનઅભિયાનમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. વર્ષ 1995થી પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા આ દંપતી અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ છે. રેખાબેન અને દિનેશભાઈ પોતાના ખેતરમાં શેરડી, ઘઉં, મેથી સહિતના અનેક પાકોનું વાવેતર કરે છે.
ખેડૂત રેખાબેન અને દિનેશભાઈ પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, બોટાદમાં શ્રી કષ્ટભંજનદેવ, સાળંગપુર ખાતે આત્મા પ્રોજેક્ટ-બોટાદ દ્વારા યોજવામાં આવેલા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહિત માટે વેચાણ વ્યવસ્થા ઝુંબેશમાં અમે અમારી ખેતપેદાશો વેચાણ અર્થે લાવ્યા હતા. જ્યાં અમને અહીં સારું એવું બજાર પણ મળી રહ્યું હતું. અમે મધ, ઘી, ગોળ, સહિતની વસ્તુઓ થકી અમારા પરિવારનું ગુજરાન સુવ્યવસ્થિત રીતે ચલાવીએ છીએ. આવા આયોજનો કરવા બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ.
આ ખેડૂત દંપતી અને તેમના જેવા અનેક ખેડૂતોના જુસ્સાને પ્રેરકબળ આપે છે ગુજરાત સરકારની અનેકવિધ ખેડૂતહિતલક્ષી યોજનાઓ અને કાર્યક્રમો. વાવેતર કર્યા બાદ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કરવામાં આવતા વિવિધ આયોજનો થકી ખેડૂતોને સારું બજાર મળી રહે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિરંતર પ્રયાસોની ફળશ્રૃતિ રૂપે ગુજરાતના ખેડૂતો આજે સ્માર્ટ ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી-રસાયણમુક્ત ખેતીથી જમીનનું સ્વાસ્થ્ય અને આ ખેતીના ઉત્પાદનોથી માનવીનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.