ઉપલેટા કોર્ટે ચેક રિટર્નના આઠ અલગ-અલગ કેસોની અંદર આરોપીઓને સજા, દંડ તેમજ ફરિયાદીને ચેકનું રકમનું વળતર ચૂકવવાનો કર્યો આદેશ
ઉપલેટાના મહે.જયુ.મેજી.સાહેબ એ.એ.દવેએ પ્રજાનો ન્યાયાલય પર રહેલ વીશ્વાસને બરકરાર રાખેલ
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૦૧ મે ૨૦૨૩, ઉપલેટા કોર્ટમાં ચેક રીટર્ન ના અલગ અલગ આઠ જેટલા કેસોની અંદર ઉપલેટા નામદાર કોર્ટ દ્વારા ફરિયાદીની ફરિયાદને ગ્રાહ્ય રાખી એડવોકેટ દ્વારા રજૂ કરાયેલ પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં રાખી ઉપલેટા કોર્ટ દ્વારા આરોપીઓને સજા અને વળતર ચુકવવાનો આદેશ કર્યો છે તેમજ આરોપીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ અંગે ઉપલેટાના જાણીતા એડવોકેટ જે.ડી.ચંદ્રવાડીયાએ કેસની હકીકત જણાવેલ છે કે, ઉપલેટા કોર્ટમાં ચાલેલ કેસોમાં આઠ જેટલા કેસોની વિગતો આપતા જણાવ્યું છે જેમાં (૧) ફો.કેસ.નં.૨૮૦૪/૨૦૨૧ મા આરોપી કરશનભાઈ જેતશિભાઈ ભાદરકાને કોર્ટે એક વર્ષની સજા તેમજ રૂપિયા ૧૦ હજારનો દંડ અને રૂપિયા ૩,૫૦,૦૦૦ ફરિયાદી દિનેશભાઈ રાણાભાઈ ભિંભાને ચૂકવવા હુકમ કરેલ, (૨) ફો.કેસ.નં.૧૩૬૧/૨૦૨૨ માં આરોપી ખોડીદાસ લક્ષમણભાઈ બારીયાને કોર્ટે એક વર્ષની સજા તેમજ રૂપિયા ૧૦ હજારનો દંડ અને રૂપિયા ૧,૨૦,૦૦૦ ફરિયાદી અશ્વિનભાઈ દેવાયતભાઈ સુવાને ચૂકવવાનો હુકમ કરેલ (૩) ફો.કેસ.નં.૧૦૮૨/૨૦૧૯ માં આરોપી કરશનભાઈ કારાભાઈ સોલંકીને કોર્ટે એક વર્ષની સજા તેમજ રૂપિયા ૧,૨૫,૦૦૦ ફરિયાદી નિખિલ મેણસીભાઈ સુવાને ચૂકવવા હુકમ કરેલ જેમાં આરોપી હાજર ના રહેતા આરોપી સામે વોરંટ પણ કાઢેલ. (૪) ફો.કેસ.નં.૧૦૮૧/૨૦૧૯ માં આરોપી કરશનભાઈ કારાભાઈ સોલંકીને કોર્ટે એક વર્ષની સજા તેમજ રૂપિયા ૧,૨૫,૦૦૦ ફરિયાદી નિખિલ મેણસીભાઈ સુવાને ચૂકવવા હુકમ કરેલ જેમાં આરોપી હાજર ના રહેતા આરોપી સામે વોરંટ પણ કાઢેલ.
(૫) ફો.કેસ.નં. ૧૪૭૧/૨૦૧૯ માં આરોપી કરશનભાઈ કારાભાઈ સોલંકીને કોર્ટે એક વર્ષની સજા તેમજ રૂપિયા ૨,૦૦,૦૦૦ ફરિયાદી ચનાભાઈ અરજણભાઈ સુવાને ચૂકવવાનો હુકમ કરેલ જેમાં આરોપી હાજર ના રહેતા આરોપી સામે વોરંટ પણ કાઢેલ. (૬) ફો.કેસ.નં. ૧૨૮૯/૨૦૧૯ માં આરોપી કરશનભાઈ કારાભાઈ સોલંકીને કોર્ટે એક વર્ષની સજા તેમજ રૂપિયા ૫૭,૦૦૦ ફરિયાદી મહેન્દ્રભાઈ નાથાભાઈ રાવલિયાને ચૂકવવાનો હુકમ કરેલ જેમાં આરોપી હાજર ના રહેતા આરોપી સામે વોરંટ પણ કાઢેલ. (૭) ફો.કેસ.નં. ૪૪૧/૨૦૨૨ માં આરોપી હેમાંગ વિનોદભાઈ સેજલીયા સોલંકીને કોર્ટે એક વર્ષની સજા તેમજ રૂપિયા ૨,૦૦,૦૦૦ ફરિયાદી ભારત વેલજીભાઈ રિબડીયાને ચૂકવવાનો હુકમ કરેલ જેમાં આરોપી હાજર ના રહેતા આરોપી સામે વોરંટ પણ કાઢેલ. (૮) ફો.કેસ.નં. ૪૩૯/૨૦૨૨ માં આરોપી હેમાંગ વિનોદભાઈ સેજલીયા સોલંકીને કોર્ટે એક વર્ષની સજા તેમજ રૂપિયા ૨,૩૨,૦૦૦ ફરિયાદી મહેશ એન. ધ્રાંગુને ચૂકવવાનો હુકમ કરેલ જેમાં આરોપી હાજર ના રહેતા આરોપી સામે વોરંટ પણ કાઢેલ.
ઉપલેટાના એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયાએ જણાવ્યું છે કે ઘણી વખત લોકો કાયદાનો ખોટો ઉપયોગ કરતાં હોય છે જેને કારણે સાચા લોકોને ન્યાય નથી મળી શકતો ત્યારે તેમણે જણાવ્યું છે કે ઉપલેટાના મહે.જયુ.મેજી.સાહેબ એ.એ.દવેએ પ્રજાનો ન્યાયાલય પર રહેલ વીશ્વાસને બરકરાર રાખેલ છે અને આવનાર દિવસોમાં પણ લોકોને ન્યાય મળતા રહેશે અને આરોપીઓને સજાના હુકમો થતાં રહેશે તેવું પણ પોતાની યાદીમાં જણાવ્યું છે ત્યારે ઉપરોક્ત તમામ કેસોની અંદર એડવોકેટ તરીકે ઉપલેટાના જાણીતા એડવોકેટ જે.ડી. ચંદ્રવાડીયા રોકાયેલ હતા.
તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.