અયોધ્યા ચોક પાસે સ્કૂલ બસે પલ્ટી મારી, કોઈ વિદ્યાર્થી સવાર ન હોવાથી જાનહાનિ ટળી
રાજકોટની ધોળકિયા સ્કૂલની બસ 150 ફૂટ રિંગરોડ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અયોધ્યા ચોક પાસે સ્કૂલ બસે પલટી મારી જતાં અફરાતફરી મચી હતી. ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરને ઇજા પહોંચી છે. જોકે બસમાં કોઈ વિદ્યાથીઓ સવાર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. બનાવને લઇને લોકો ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.